Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સાવરકુંડલાના લુવારા ગામની વાડીમાંથી એકસપ્લોઝીવનો જથ્થો ઝડપતી એસઓજી પોલીસ

અમરેલી તા.૧૧: પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય,  દ્વારા જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર તથા અસામાજીક પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા સતત પ્રયાસો હાથ ધરવામાં આવેલ અને જે અનુસંધાને  અમરેલી એસ.ઓ.જી. ટીમ સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન  લુવારા ગામમાં અશોક જયતા બોરીચાએ તેની વાડીમાં ગેરકાયદેસર એકસ્પ્લોઝીવ જથ્થો રાખેલ છે એવી બાતમી મળતા  એસ.ઓ.જી પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા લુવારા ગામની સીમમાં ગાધકડા ગામે જતા ગાડા માર્ગ પર આવેલ સીમમાં અશોક જયતા બોરીચાની વાડીએ તપાસણી કરતા મોટા પ્રમાણમાં એકસ્પ્લોઝીવનો જથ્થો મળી આવેલ .

આ જથ્થામા઼ં નાગપુર બનાવટના ૨૧૩-નંગ જીવતા જીલેટીન સ્ટીક તથા ૧૭૪-નંગ જીવતા ઇલેકટ્રોનિક ડીટોનેટર તેમજ આર્મ્સ હથીયાર પિસ્તોલના બે ખાલી મેગેઝીન મળી આવતા કુલ કિ.રૂ.૩,૩૨૯/- નો મુદ્દામાલ કબ્જે કરેલ તેમજ ચેકિંગ દરમ્યાન અશોક જયતા બોરીચા હાજર મળી આવેલ નહી જે આરોપી અન્ય ગુન્હામોમાં પણા નાસતો ફરતો હોવાનું જાણવા મળેલ છે.

 પકડાયેલ મુદ્દામાલ સાવરકુંડલા તાલુકા પો.સ્ટે.માં સોંપી આરોપી અશોક જયતા બોરીચા વિરુધ્ધમાં ધોરણસર ફરીયાદ રજી. કરાવેલ અને આરોપીએ આવો મોટા પ્રમાણમાં માનવા જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી પોતાની વાડીના મકાનમાં છુપાવેલ દારૂ ગોળાનો જથ્થો ગેરકાયદેસર રીતે ક્યાંથી લાવેલ ? કોને આપવાનો હતો ? તથા તેનો શું ઉપયોગમાં લેવાનો હતો ? વિગેરે મુદ્દાઓ બાબતે સાવરકુંડલા રૂરલ પી.એસ.આઇ.શ્રીએ જીણવટભરી રીતે આગળની તપાસ હાથ ધરેલ છે.

(1:16 pm IST)