Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સાવરકુંડલાના ધારાસભ્ય દુધાતને નિવાસસ્થાને મહેમાનગતિ માણતા રાહુલ ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતાઓ : કોંગ્રેસને વધુ સક્રિય કરવા ચર્ચા વિચારણાઃ ભોજન લીધુ

સાવરકુંડલા : રાષ્ટ્રીય કોંગ્રેસના પુર્વ પ્રમુખ રાહુલ ગાંધી એહમદભાઇ પટેલ અને અન્ય કોંગી દિગ્ગજોએ સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લઇ સાથે ભોજન લીધા બાદ કોંગ્રેસને ચેતનવંતી બનાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી છે. રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પુર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને ઓલ ઇન્ડીયા કોંગ્રેસ પક્ષના ખજાનચી રાજયસભાના સાંસદ એહમદભાઇ પટેલ તેમજ બિહાર કોંગ્રેસનાપ્રભારી અને ઓલ ઇન્ડીયા કોૅગ્રેસ પક્ષના પ્રવકતા શકિતસિંહ ગોહિલ વિગેરે આગેવાનો  રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાતમાં સાથે રહેલ હતા.સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતના સુરત ખાતેનાનિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારે પ્રતાપભાઇ દુધાતે રાહુલ ગાંધી અને અહેમદભાઇ પટેલનું સન્માન કરેલ હતુ. ત્યારબાદ રાહુલ ગાંધીએ ભોજન લીધા બાદ કોંગ્રેસને સંગઠીત બનાવવા ચર્ચા થઇ હતી. (તસ્વીર : અહેવાલ - ઇકબાલ ગોરી - સાવરકુંડલા)

(1:15 pm IST)