Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ભાવનગર કોંગ્રેસ દ્વારા અધેવાડા ગામે દરોડો પાડી દેશી દારૂ-આથો ઝડપી લીધો

ભાવનગર તા. ૧૧ : ગુજરાતમાં દારૂ બંધી અંગે રાજકિય પડધો એક-બીજા પક્ષ ઉપર આક્ષેપબાજી કરી રહ્યા છે. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા અધેવાડા ગામમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર રેડ કરી રાજય સરકારના દારૂબંધી અંગેના દાવાની પોલ ખોલી નાંખી છે.

ગુજરાતમાં દારૂબંધી કાયદાના અમલ અંગે અશોક ગેહલોતના નિવેદનબાદ રાજયમાં દારૂબંધી અંગે રાજકીય દાવપેચ શરૂ થયા છે.

ગુજરાત દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાના રાજય સરકારના દાવાને પડકારવા માટે કોંગ્રેસ દ્વારા અધેવાડામાંથી દેશી દારૂ ઝડપી લીધો હતો.

શહેરના ટોપ થ્રી સર્કલ ખાતે એકઠા થયેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો અધેવાડા પહોચ્યા હતા અને દેશી દારૂના અડ્ડા પરથી સાત ટીપડા દેશી દારૂ અને આથો ઝડપી લીધો હતો.

આ અંગે શહેર પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણીએ માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્વારા રાજયભરમાં દારૂ અંગે વ્યાપક કોમ્બીંગ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા અધેવાડામાંથી દારૂ ઝડપી સરકારના દાવાની પોલ ખોલી છે.

(11:46 am IST)