Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

પાલીતાણામાં રવિવારે જૈન મુમુક્ષુઓ (દિક્ષાર્થી) સિધ્ધિ ગિરિરાજની સ્પર્શના વધામણા કરશે

ભાવનગર તા.૧૧ : વિક્રમ સંવત ૨૦૭૬ના નવા વર્ષની શરૂઆતના બે મહિનામાં જૈન સુરીરામચંદ્ર અને સૂરિશાંતિચંદ્ર સમુદાયમાં થનારી દિક્ષાની સંખ્યા ૧૦૦ ઉપરાંતની થઇ છે. જેમાં સેકડો પરિવારો પોતાના વહાલસોયા સંતાનો સ્વજનોને જિનશાસનના ચરણે શ્રી ગુરૂભગવંતોના ચરણે સર્વ સંગ ત્યાગના પંથે આજીવન સમર્પિત કરી રહ્યા છે તેવા તમામ દિક્ષાર્થીઓ મુમુક્ષુઓ એકી સાથે ૧૩ ઓકટો. (આસોસુદ ૧૫)ને રવિવારના રોજ શાશ્વત ગિરીરાજ (પાલીતાણા)ની સ્પર્શના તથા વધામણા માટે આવશે.

સદીઓ પહેલા આસો સુદ ૧૫ના દિવસે શ્રી સિધ્ધગિગિરાજ ઉપર ૨૦ કરોડ મુનીવરો સહિત પાંચ પાંડવો અને કુંતામાતાની કેવલજ્ઞાન અને નિર્વાણ ભૂમી બનેલ શ્રી સિધ્ધિગિરિરાજની ધન્ય ધરાને આસોસુદ ૧૫ના ઐતિહાસિક દિવસે ભેટવા આશરે ૮૫ થી ૩૦ મુમુક્ષુઓ જૈન દિક્ષાર્થીઓ આવી રહ્યા છે.

આ તમામ મુમુક્ષુઓ દિક્ષાર્થીઓને આવકારવા સન્માનવા શ્રી ગિરીરાજની યાત્રા સ્પર્શના વધામણા વગેરેનો ભવ્ય કાર્યક્રમ પાલીતાણાના તળેટી રોડ ઉપર આવેલ નંદપ્રભા સલોત જગજીવન ફુલચંદ જૈન ધર્મશાળા (સલોત ભવન ભાવનગર) તા.૧૩-૧૦-૨૦૧૯ને રવિવારે યોજાયેલ છે.

આવી વિરલ ઘટનામાં પધારવા અને અનુમોદના માટે સમગ્ર જૈનોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

(11:45 am IST)