Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સુત્રાપાડામાં નવરાત્રી મહોત્સવમાં મંત્રી બારડના હસ્તે ઇનામ વિતરણ

 સુત્રાપાડા તા.૧૧ : સુત્રાપાડા નગરપાલીકા આયોજીત નવરાત્રી મહોત્સવ ૨૦૧૯નું શાનદાર આયોજન ડો.ભરત બારડ શૈક્ષણિક સંકુલ સુત્રાપાડામાં કરવામાં આવેલ. જેમાં નવરાત્રીના નવ દિવસોમાં ખેલૈયા ભાઇઓ તથા બહેનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નવમા દિવસે મેગા ફાઇનલનું આયોજન કરેલ. ભાઇઓ તથા બહેનોના પ્રથમ ઇનામ વોશીંગમશીન, બીજામાં એલઇડી ટીવી, ત્રીજા નંબરને સ્માર્ટ ફોન મોબાઇલ અને ચોથા થી ૨૫ નંબર સુધીનાને મિક્ષચર ઇનામો અપાયા. આ મેગા ફાઇનલમાં તટસ્થ પરિણામો માટે ભાવનગરથી માધવ કલાસીસના દાંડીયા અને ગરબા રાસના સંચાલકો વિપુલ પંડયા તેમજ તેઓની ટીમ નિર્ણાયકો તરીકે હાજર રહી અને તટસ્થ પરિણામો આપેલ. જેમાં ભાઇઓમાં પ્રથમ કામળીયા અજય રામભાઇ, બીજા કામલીયા રવિ અને ત્રીજા મોરી જય તેમજ બહેનોમાં કામલીયા હિરલબેન રામજીભાઇ, બીજા સિધ્ધપુરા આરતીબેન અને ત્રીજા બારડ ફોરમબેન આવેલ હતા જેઓ પૂર્વમંત્રી જશાભાઇ બારડના હસ્તે ઇનામો અપાયા હતા.

નવરાત્રીના આયોજનમાં વેરાવળના પ્રખ્યાત ભીખુભાઇ આખીયા શિવા બિટસ દ્વારા નવ દિવસ ઓર્કેસ્ટ્રા દ્વારા રાસ ગરબા રજૂ કરેલ. એન્કર તરીકે દિપકભાઇ ગોહિલએ તેમની હાસ્ય તેમજ રમૂજ વૃતિથી તમામ શ્રોતાઓને મનોરંજન કરેલ હતુ. નવરાત્રીના સમગ્ર આયોજન સુત્રાપાડા ન.પા.ના પૂર્વ પ્રમુખ અને સુત્રાપાડા માર્કેટીંગ યાર્ડના ચેરમેન દિલીપભાઇ બારડની આગેવાની હેઠળ તેમજ નવરાત્રી મહોત્સવ કમિટી દ્વારા કરાયેલ હતુ. ઉપરાંત સુત્રાપાડા ન.પા.ના ઉપપ્રમુખ દશરથસિંહ સરવૈયા તેમજ ન.પા.ના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે શૈલેન્દ્રસિંહ રાઠોડ, દિલીપભાઇ ઝાલા, વજુભાઇ મોરી, રામભાઇ ચૌહાણ, નથુભાઇ કામલીયા, વશરામભાઇ સોલંકી, મેરમનભાઇ વાજા તથા દરેક સમાજના આગેવાનો અને ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને આ સમગ્ર ૯ દિવસ નવરાત્રી મહોત્સવની સફળતાપુર્વક ઉજવણી બદલ દિલીપભાઇ બારડ, ન.પાના સભ્યો તેમજ નવરાત્રીની ટીમના સભ્યોને શુભકામનાઓ પાઠવેલ હતી.

(11:45 am IST)