Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

જૂનાગઢ-રાજુલામાં નવા ટી.ડી.ઓ.ની નિમણુંક

જામકંડોરણાના પ્રતીક પટેલની ધનસુરામાં નિમણુંક

રાજકોટ તા. ૧૧: રાજયના પંચાયત વિભાગે તાલુકા વિકાસ અધિકારી કક્ષાના ૮ અધિકારીઓની બદલી કરી છે.

ધાનપુરા (દાહોદ) ના એસ.એ. ચાવડાને જૂનાગઢ ટી.ડી.ઓ. શહેર (પંચમહાલ)ના ડી. આર. ચૌહાણને ધાનપુર, કપરાડા (વલસાડ) ના વિભૂતીબેન સેવકને વલસાડ, વલસાડના આર.પી. પટેલને કપરાડા, ખેડાના એચ. જી. પટેલને તલોદ (સાબરકાંઠા), તલોદના એમ. એમ. સોલંકીને ખેડા, નિઝર (તાપી) ના જી. એસ. રાઠવાને પલસાણા (સુરત) અને કોટડાસાંગાણીના એન. પી. ત્રિવેદીને રાજુ઼લા ટી.ડી.ઓ. તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. જામકંડોરણાના પ્રતીક પટેલની બદલીનો અગાઉનો ઉંઝાનો હુકમ રદ કરી ધનસુરા (અરવલ્લી) ટી.ડી.ઓ. તરીકે મૂકવામાં આવ્યા છે.

(11:34 am IST)