Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

રાજયપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ૨૦૦ એકરમાં પ્રાકૃતિક ખેતી : ઉપેન્દ્રભાઇ નાથાણી

રાજકોટ તા.૧૧ : સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના જાત અનુભવો વિષયક સંવાદ શિબિરનું તા.૩-૧૧-૧૯ને રવિવારે સવારે ૯ થી સાંજે પ વાગ્યા સુધી આયોજન કરાયુ છે.

જે અંગે શિબિર જયા યોજવાની છે તે વ્રજરાજ ફાર્મ  વાળા ઉપેન્દ્રભાઇ નાથાણીએ અકિલાને જણાવ્યું કે, આ શિબિરમાં ગુજરાત રાજયના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહેનાર છે ત્યારે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પણ પ્રાકૃતિક ખેતીના હિમાયતી છે. તેઓએ કુરૂક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન કરી રહ્યા છે.

ઉપેન્દ્રભાઇ નાથાણીએ અકિલાને વધુમાં જણાવ્યું કે, આ શિબિરમાં પ હજાર ખેડૂતો ઉપસ્થિત રહેશે. અત્યાર સુધીમાં ૩ હજાર ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે. કેમીકલવાળી ખેતી બંધ થાય જમીન સુધરે પાણી બચાવે સહિતના મુદ્દાઓની ચર્ચા વિચારણા થશે અને એક જ જગ્યાએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાના જ્ઞાનનુ આદાનપ્રદાન કરશે.

(11:33 am IST)