Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ગારીયાધાર પંથકના યુવકને કોંગોફીવર

 ભાવનગર તા. ૧૧: ભાવનગર જીલ્લામાં વલ્લભીપુર બાદ ગારીયાધાર પંથકમાં પણ કોંગોફીવર  નો કેસ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગની ટીમે કામગીરી હાથ ધરી છે.  મળતી વિગતો મુજબ જીલ્લામાં ગારીયાધાર તાલુકાના સાંટ ખાપરા ગામે રહેતા ૩૮ વર્ષના યુવાનને થોડા દિવસ પહેલા તબીયત ખરાબ થતાં ભાવનગરની સરકારી સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. અને આ યુવાનને કોંગોફીવર હોવાની શંકાના પગલે તેના રીપોર્ટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અને તેનાં પગલે આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જીલ્લામાં આરોગ્ય વિભાગે સાંઢ ખાપરા ગામમાં દવા છટકાવ સહિતની કામગીરી હાથ ધરી છે.

(11:29 am IST)