Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

મોટી કુંકાવાવ તાલુકા હોમગાર્ડસ ઓફીસર કમાન્ડીંગ તરીકે જીતેન્દ્ર ડી. દવે

રાજકોટ તા ૧૧  :  અમરેલી જીલ્લા હોમગાર્ડઝ કચેરી તાબામાં ૧૮ સબ યુનિટ આવેલ છે. જેમાં આ યુનિટો ખાતે માનદ સેવા આપતા ઇન્ચાર્જ અધિકારીઓને  તાલીમ અપાઇ હતી. જે જીલ્લા પસંદગી-બઢતી સમીતી દ્વારા તાલીમ કાર્યક્રમનું આયોજન થયેલ. જેમાં જીલ્લા કચેરીએ વડી કચેરીને દરખાસ્ત કરેલ તે અન્વયે કુંકાવાવ સબ યુનિટમાં માનદ સેવા આપતા અને સંતોષકારક કામગીરી બજાવતા જીતેન્દ્ર ડોલરભાઇ દવેને કુંકાવાવ મોટી તાલુકા યુનિટ કમાન્ડીંગ તરીકે નિમણુંક થયેલ છે.

જેમાં અમરેલી જીલ્લા કામાન્ડર અશોકભાઇ જોષી અને કુંકાવાવ હોમગાર્ડ યુનિટના પરિવારે અભિનંદન પાઠવેલ છે. સોૈરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિદ્યા પ્રસારક મંડળ- રાજકોટ તેમજ બા.ખે.બ્રા. સ્વ. દિનકરરાય મયારામ જોષી સ્મૃતિ ટ્રસ્ટ (મેડિકલ) બન્ને ટ્રસ્ટના માનદ મંત્રી વિપુલ એચ. દવેએ શ્રી જીતેન્દ્ર ડી. દવે ને અભિનંદન પાઠવેલ છે. જીતેન્દ્ર ડી. દવેના મો.નં. ૯૪૨૬૨ ૫૦૮૪૮

(11:27 am IST)