Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

વાંકાનેરની છાત્રા સોનલ 'ગેંગરેપ'ના ડરથી સળગી મરી!

જીતેન્દ્રએ કિસ કર્યાનો વિડીયો ઉતારેલ હોય તે વાયરલ કરવા ધમકી આપી રાહુલ રમેશભાઇ વોરા(રહે. વાંકાનેર), જીતેન્દ્ર અરજણભાઇ મકવાણા(સિંધાવદર), અખીલ પરમાર (વાંકાનેર) ગેંગરેપ કરવા માંગતા'તાઃ મદદગારી કરનાર ગવરીબેન કેશુભાઇ (વાંકાનેર) સહિત ચારેય સામે આપઘાત માટે મજબુર કર્યાનો ગુન્હો નોંધાયોઃ ગવરીબેન અને રાહુલ પોલીસના સકંજામાં

સળગી જઇ મોત મેળવી લેનારી સોનલનો ભડથું થઇ ગયેલો નિષ્પ્રાણ દેહ

રાજકોટ, તા., ૧૧: વાંકાનેરનાર પેડક સોસાયટીમાં રહેતી અને ધો.૧રમાં અભ્યાસ કરતી સોનલબેન રતીભાઇ વોરા નામની  ૧૮ વર્ષની છાત્રાએ એક મહિલા સહિત ૪ શખ્સોની હેરાનગતીથી કંટાળી જઇ સળગી  જઇ આપઘાત કર્યાના બનાવમાં સોનલે ગેંગરેપના ડરથી સળગી જઇ આપઘાત  કર્યાનું ખુલ્યું છે. આપઘાત માટે મજબુર કરનાર મહિલા સહિત ચારેય શખ્સો સામે  વાંકાનેર પોલીસમાં ફરીયાદ થઇ છે. વાંકાનેર પોલીસે એક મહિલા સહિત ર શખ્સોને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે અને અન્યની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પેડક સોસાયટીમાં રહેતી અને ધો.૧રમાં અભ્યાસ કરતી સોનલ રતીભાઇ વોરા (ઉ.વ.૨૦)  (જાતે અનુસુચીત જાતી) ગઇકાલે પોતાના ઘરે કેરોસીન છાંટી સળગી જતા તેને ગંભીર હાલતમાં વાંકાનેર બાદ રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાઇ હતી જયાં તેનું મોત નિપજયું હતું. મૃતક યુવતીએ સુસાઇડ નોટ લખી હતી જેમાં વાંકાનેર પંથકના ત્રણ શખ્સો અને એક મહિલા હેરાનગતી કરતા હોય તેનાથી કંટાળી જઇ આ પગલુ ભર્યાનું જણાવ્યું હતું. પોલીસે આ સ્યુસાઇડ નોટ કબ્જે કરી હતી.

દરમિયાન આ બનાવ અંગે મૃતક સોનલના પિતા રતીલાલ ગોવિંદભાઇ વોરાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાંપોતાની પુત્રીને આપઘાત માટે મજબુર કરનાર ગવરીબેન કેશુભાઇ ઉભડીયા (રહે. વાંકાનેર) રાહુલ રમેશભાઇ વોરા (રહે. વાંકાનેર), જીતેન્દ્ર અરજણભાઇ મકવાણા (રહે. સિંધાવદર) તથા અખીલ પરમાર (રહે. વાંકાનેર) સામે ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યામુજબ હુ ઉપર બતાવેલ સરનામે મારા પરિવાર સાથે રહુ છુ અને કડીયાકામની મજુરી કરી મારા પરિવારનુ ગુજરાન ચલાવુ છુ મારે સંતાનમાં બે દિકરા અને એક દીકરી હતી જેમા સૌથી મોટી દીકરી સોનલબેન (ઉ.વ ૨૦) જે ધોરણ-૧૨ મા વાંકાનેર ગર્લ્સ સ્કુલમાં  અભ્યાસ કરતી હતી તેનાથી નાનો જશવંત તથા નીખીલ છે. ગઇકાલે તા.૧૦/૧૦/૨૦૧૯ ના રોજ સવારના આઠ વાગ્યે હસનપર ગામ પાસે આવેલ હેમપેઇન્ટ કારખાને કડીયાકામનીમજુરીકામે ગયેલ હતો તથા મારા પત્ની ્નકમળાબેન લગધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રોસીટી કારખાનામાં કામે ગયેલ આ પછી હું કામ પર હતો ત્યારે સવારના સાડા અગીયારના સુમારે મારા ભાઇના છોકરો પ્રકાશ એ મને ફોન કરી એવી જાણ કરી કૅ તમારી દીકરી સોનલ સળગી ગઇ છે તમો જલદી ઘરે આવો તેવી જાણ કરતા છુ કામ મુકી વાંકાનૅર સરકારી દવાખાને આવેલો ત્યા હરેશભાઇ ગોરધનભાઇ વોરા તથા -કાશભાઇ પરસોતમભાઇ વોરા તથા મનુભાઈ જરામભાઇ વોરા તથા જીગ્નેશભાઈ મનુભાઇ વોરા તથા જીગ્નેશના મમ્મી તથા સરલાબેન એ રીતેના હાજર હતા મારી દીકરીને ઇમરજન્સી મા જોતા આખા શરિરે દાજી ગયેલ હતી રાડો પાડતી હતી તે પછી મે તેમજ મારી પત્નીએ મારી દૉકરી સોનલને પુછતા રોેતા રોતા વાત કરેલ કે ગવરીબેન કેશુભાઇ ઉભડીયા તથા રાહુલ રમેશભાઇ વોરા રહે.પેડક સોસાયટી વાંકાનેર તથા જીતેન્દ્ર અરજણભાઇ મકવાણા રહે સીંધાવદર તથા પરમાર અખિલ કરીને હતા એ મારો ગેર ઉપયોગ કરી ભોળપણનો લાભ લઇ આ લોકો મારા પર ગેંગ રેપ કરવા માગતા હતા મારો જીતેન્દ્ર અરજણભાઇએ કીસ કર્યા અંગેનો વીડીઓ પણ ઉતારેલ છે તેમજ પરમાર અખીલે ખોટુ આઇ.ડી. બનાવી મને બદનામ કરવાની કોશિષ કરેલી છે હુ આ લાકોના તાબે ન થતા આ લોકો સતત મારો તથા જીતેન્દ્રનો વીડીઓ વાયરલ કરવાની ધમકી આપી હેરાન પરેશાન કરતા હોય હુ જીંદગીંથી કંટાળી જતા મે આ પગલુ ભરી લીધુ છે હુ વધારે કાંઈ કરી શકુ તેમ નથી મે લખેલ ચીઠૂઠી ઘરે રાખેલ છે તે વાંચી લેજો અન પોલીસને આપજો અને આ લોકોને કડકમાં કડક સજા થાય તેવુ કરજો તેવી વાત મને તથા મારા પત્ની તથા મારા દિકરા નીખીલની હાજરીમાં આ વાત કરેલી તે પછી વાંકાનેર સરકારી હોસ્પીટલના ડોકટરએ સોનલન તાત્કાલીક રાજકોટ સારવારમાં લઈ જવાની સલાહ આપતા અમો લોકો વાંકાનેર સરકારી હોસ્પીટલથી રાજકોટ સરકારી હોસ્પીટલમાં સોનલને એબ્યુલન્સમાં લઇ જઇ દાખલ કરતા રાજકોટ સરકારી હોસ્પીટલના બર્ન્સ વોર્ડમાં સારવાર દરમ્યાન ગઈકાલ તા ૧૦/૧૦/૧૯ ના કલાક ૧૫/૪૦ વાગ્યે ફરજ પરના ડોકટર સાહેબે આ મારી દીકરી સોનલ મરણ ગયેલનુ જાહેર કરલ હાલ મારી દીકરી સોનલની લાશ રાજકોટ સરકારી હોસ્પીટલના પી.એમ રૂમ રાખવામાં આવી હતી.

આ ફરીયાદ અન્વયે વાંકાનેર પોલીસે મહિલા સહિત ઉકત ચારેય શખ્સો સામે આઇપીસી ૩૦૬, ૩પ૪(સી),૧૧૪ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો અને ચારેય આરોપીઓ પૈકી ગવરીબેન કેશુભાઇ ઉભડીયા અને રાહુલ રમેશભાઇવોરાને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે. તેમજ અન્ય બેની શોધખોળ હાથ ધરી છે. આ બનાવે વાંકાનેર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. (૪.૪)

(3:38 pm IST)
  • કાશીમાં વૈદિક ધર્મ મહા સંમેલનનો પ્રારંભ : ફરીથી ગુરુકુળ પરંપરા પર ભાર મુકતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત : ત્રણ દિવસીય વૈદિક ધર્મ મહાસંમેલનનું ઉદ્ધઘાટન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે અંધવિશ્વાસથી દૂર રહેવા આજની યુવા પેઢીને ધર્મ અને સંસ્કારોનું જ્ઞાન હોવું જરૂરી છે : રાજ્યપાલે શિક્ષણમાં ફરીથી ગુરુકુળ પરંપરા સ્થાપિત કરવા પર ભાર મુક્યો જેથી ભારતીય સંસ્કૃતિનું પોષણ થઇ શકે access_time 12:34 am IST

  • રાજસ્થાનમાં સ્કૂલમાં ઝેરી પાણી પીવાથી છ બાળકોની તબિયત બગડી :સ્કૂલની ટાંકી અને માટલામાં ઝેર ભેળવાયું હોવાની આશંકા : રાજસ્થાનના ચુરુ જિલ્લાના ભાલેરી પંથકની એક ખાનગી સ્કૂલમાં ઘટના : ઝેરી પાણી પીવાથી 60 બાળકોની તબિયત લથડી : સાત બાળકોની સ્થિતિ ગંભીર access_time 12:42 am IST

  • ચોકીદાર બનીને આવેલા લોકો તાનાશાહ બની ગયા : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ગાંધી વિચાર યાત્રાના સમાપન અવસરે કોઈનું નામ લીધા વિના ભાજપ અને સંઘ પર આકરા પ્રહાર કર્યા : બધેલે કહ્યું કે સામાજિક મૂલ્યોના તરફેણ અને ચોકીદાર બનીને આવેલા લોકો હવે તાનાશાહ બનીને સામે આવવા લાગ્યા છે access_time 1:17 am IST