Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

પૂ.મહંત સ્વામીનું ગોંડલ અક્ષરમંદિરે આગમન

શરદપુર્ણિમા, દિવાળી-અન્નકુટ ઉત્સવ ભવ્યતાથી ઉજવાશેઃ સંતો અને હરિભકતોમાં ઉત્સાહ

ગોંડલમાં પૂ.મહંત સ્વામીનુ આગમન તથા મંદિરમાં રોશનીનો ઝગમગાટ નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)(૧.૫)

ગોંડલ તા.૧૧: બીએપીએસના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ગોંડલ અક્ષર મંદિર ખાતે પધરામણી થઇ ચૂકી છે. સતત ચાર મહિના સુધી આફ્રિકા ખંડમા ંધર્મ પ્રવાસ ખેડી મહંત સ્વામી ગુરૂવારે ગોંડલ ખાતે પધાર્યા છે. પરંપરાગત રીતે પૂજ્ય મહંત સ્વામી મહારાજનો સંતો અને હરિભકતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અક્ષર મંદિરના કોઠારી સ્વામીએ મહંત સ્વામીને હાર પહેરાવી સત્કાર્યા હતા.

૧૩ મી ઓકટોબર ૨૦૧૯ રવિવાર, શરદપૂર્ણિમાના અવસરે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ૨૩૫માં ગુણાતીત જન્મોત્સવની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી થશે. આ માટે અક્ષર મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પ્રતિવર્ષ પ્રમુખસ્વામી મહારાજ શરદપૂર્ણિમાના ઉત્સવ ઉત્સવ ગોંડલ ઉજવતા એ જ પરંપરાને મહંત સ્વામી મહારાજે પણ જાળવી રાખી મહંત સ્વામી મહારાજે પણ જાળવી રાખી મહંત સ્વામી મહારાજે પણ જાળવી રાખી છે. આ દિવસે દેશ-વિદેશથી હજારો હરિભકતો આ ઉત્સવનો લાભ લેવા માટે અહીં પધારનાર છે. શરદપૂર્ણિમાના દિવસે જે સાંજે ૪:૩૦ થી ૬ દરમિયાન હરિભકતો માટે મહાપ્રસાદનું આયોજન પણ અક્ષર મંદિર દ્વારા કરાયું છે શરદપૂર્ણિમાની મુખ્ય સભા સાંજે ૬ કલાકે શરૂ થશે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ વર્ષે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગુણાતીતાનંદ સ્વામીએ કહેલો વચનામૃતનો મહિમા  જણાવવામાં આવશે. સૌ હરિભકતોને દૂધ પૌવાનો પ્રસાદ પણ વહેંચવામાં આવશે.

બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ આફ્રિકાની ધર્મયાત્રા પૂર્ણ કરીને ગુરૂવારે સવારે બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર,શાહીબાગ ખાતે સવારે થોડા સમય માટે પધાર્યા હતા. ત્યારબાદ તેઓએ ગોંડલ માટે પ્રસ્થાન કર્યુ હતું.

બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આફ્રિકાની ધર્મયાત્રા બાદ પ્રગટ ગુરૂહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ગુજરાત પધાર્યા છે. તે અંતર્ગત ગણતરીના કલાકો માટે બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે ઠાકોરજીના દર્શન, અભિષેક કર્યા હતા. જ્યાં તેઓનાં દર્શન માટે હજારોની સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારબાદ તેઓએ ગોંડલ બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર જવા માટે પ્રસ્થાન કર્યુ હતું. તેમણે જણાવ્યું કે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં આગામી શરદ પૂર્ણિમા મહોત્સવ, તા.૧૩મી ઓકટોબરના રોજ તથા તા.૨૭મી ઓકટોબરના રોજ દિવાળીની ઉજવણી અને તા.૨૮મી ઓકટોબરના રોજ નૂતન વર્ષના રોજ અન્નકૂટનું આયોજન પણ ગોંડલ ખાતે કરવામાં આવ્યું છે. જ્યાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં હરિભકતો પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં દર્શન માટે પધારશે.

(11:26 am IST)