Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

આણંદના વઘાસી ગામે આડા સબંધના વહેમમાં વિધવા મહિલાની હત્યા : બે પુત્રો અને વૃદ્ધ સાસુ નિરાધાર બન્યા

માથામાં લાકડાનો દંડો તેમજ સીમેન્ટની થાંભલીનો ટુકડો મારી પાડોશી અલ્પેશ પતાવી દીધા

 

આણંદ તાલુકાનાં વધાસી ગામે વિધવા મહિલાનાં આડા સંબંધનાં વ્હેમમાં મહિલાને માથામાં લાકડાનો દંડો મારી કરપીણ હત્યા કર્યાનો બનાવ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.

  અંગે મળતી વિગત મુજબ વઘાસી ગામમાં રામદેવ ચોકમાં રહેતા રુપાબેનનાં પતિનું પાંચ વર્ષ પૂર્વે અવસાન થયું હતું અને તેઓ પોતાનાં બે બાળકો સાથે રહેતા હતા. ગત રાત્રીનાં આઠ વાગ્યાનાં સુમારે રૂપાબેન વાસણ ધોવા માટે પોતાની ધરની નીચે ઉતર્યા હતા ત્યારે રૂપાબેનને કોઈ અન્ય સાથે આડા સબંધ હોવાનો વ્હેમ રાખી નજીકમાં રહેતા અલ્પેશભાઈ મનુભાઈ પરમારે અચાનક હુમલો કરી તેઓને માથામાં લાકડાનો દંડો તેમજ સીમેન્ટની થાંભલીનો ટુકડો મારી ગંભીર જીવલેણ ઈજાઓ કરી હતી.

   સમયે રૂપાબેનની બુમો સાંભળીને તેમનો પુત્ર કૈવલ દોડી આવ્યો હતો અને તે રૂપાબેનને છોડાવવા પડતા અલ્પેશે તેને પણ દંડો મારતા ઈજાઓ પહોંચી હતી. ધટનાને લઈને આસપાસનાં લોકો દોડી આવતા અલ્પેશ ભાગી છુટયો હતો. ત્યારબાદ રૂપાબેનને સારવાર માટે આણંદની ખાનગી હોસ્પીટલમાં ખસેડતા જયાં તબીબે તેઓને તપાસીને મૃત જાહેર કર્યા હતા.

  બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરાતા પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતક રૂપાબેનનાં બનેવી વિપુલભાઈ ચંદુભાઈ પરમાર રહે.રામનગર,વડવાળું ફળીયુંની ફરીયાદનાં આધારે અલ્પેશભાઈ મનુભાઈ પરમાર વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આજે સવારે આરોપી અલ્પેશભાઈ મનુભાઈ પરમારની હત્યાનાં ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હટી 

ધટનામાં રૂપાબેનનાં બે દિકરાઓ અનાથ થઈ ગયા છે. જેમાં પાંચ વર્ષ પૂર્વે પિતાનું છત્ર ગુમાવનાર પ્રતિક અને કૈવલે હવે માતાનું પણ છત્ર ગુમાવ્યું છે. રૂપાબેનનાં જેઠ મહેશભાઈ ડાહ્યાભાઈ અને જેઠાણીનું પણ એક વર્ષ અગાઉ મૃત્યું થતા તેઓનાં બે સંતાનો તુલસીબેન . 15 અને તેનાંથી નાનો યોગેશ અનાથ બન્યા હતા જેથી પોતાનાં બે સંતાનો તેમજ જેઠનાં બે સંતાનો સહીત ચાર બાળકો અને વૃદ્ધ સાસુ બાલુબેનની જવાબદારી રૂપાબેન પર આવી પડી હતી. કારણે રૂપાબેન પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ હવે રુપાબેનનું મૃત્યું થતા તેમનાં બે સંતાનો અને જેઠનાં બે સંતાનો સાથે ચાર બાળકો અને વૃદ્ધ સાસુ નિરાધાર બની ગયા છે.

(11:59 pm IST)