Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

મોરબી જિલ્લામાં ખૂબ ગાજેલા સિંચાઇ કૌભાંડની તપાસ એસીબી ટીમ પાસેથી પરત લઇ લેવાઇ

મોરબી : જિલ્લામાં ખૂબ ગાજેલા સિંચાઇ કૌભાંડ મામલે ગાંધીનગરથી તપાસ ટીમના ધાડા ઉતારી દઇને કરોડોના ભ્રષ્‍ટાચારની તપાસ ચલાવવામાં આવી હતી. તો વળી સિંચાઇ કામોમાં ગેરરીતિ સાબિત થતા પૂર્વ મદદનીશ ઇજનેર સહિત અત્‍યાર સુધીમાં કુલ ચારની અટકાયત કરવામાં આવી છે. તેમજ તપાસ એસીબી ટીમને સોંપવામાં આવી હતી. જો કે સૌના આヘર્ય વચ્‍ચે તપાસ ઓચિંતી પરત લઇ લેવામાં આવી છે.

મોરબી જિલ્લામાં નાની સિંચાઇ યોજના હેઠળ કુલ ૩૩૪ કામો કરવામાં આવ્‍યા હોય જેમાં ગેરરીતિની વ્‍યાપક ફરિયાદ બાો છેક સીએમ સુધી વાત પહોંચી હતી અને તાકીદની અસરથી ટીમોને મેદાનમાં ઉતારી દેવાઇ હતી અને મોટું કૌભાંડ આચરવામાં આવ્‍યું હોઇ જેની સિંચાઇ વિભાગની ટીમોએ તપાસ ચલાવી હતી અને કૌભાંડી અધિકારીઓ સહિતના ચારની અટકાયત કરવામાં આવી હતી.

તો અગાઉ ૪૬થી વધુ કામોમાં ગેરરીતિ બાદ વધુ ચાર ટીમો સિંચાઇ વિભાગની તપાસમાં ઉતરી હતી અને એ-ડિવીઝન પોલીસે ચાર આરોપીની અટકાયત કરી હતી અને કૌભાંડની તપાસ ચલાવતી હોય જોકે એ ડિવીઝન ટીમ પાસેથી તપાસ આંચકી રાજકોટ એસીબીને સોંપવામાં આવી હતી. જો કે એસીબી ટીમ સઘન તપાસ ચલાવી કૌભાંડીઓને ખુલ્લા પાડે તે પૂર્વે જ એસીબી પાસેથી તપાસ પરત લઇને એ ડીવીઝન પોલીસને સોંપવામાં આવી છે તો આ મામલે એ ડીવીઝન પીઆઇ આર.જે. ચૌધરી સાથે વાતચીત કરાતા એ ડીવીઝન પોલીસને સોંપવામાં આવી હોવાનું જણાવ્‍યું હતું.

કૌભાંડીઓને છાવરવાનો પ્રયાસ ?

મોરબી એ ડીવીઝન પોલીસમાં સમગ્ર કૌભાંડ મામલે ફરીયાદ બાદ એ ડીવીઝન પોલીસે તપાસ ચલાવી હતી અને સઘન તપાસ ઉપરાંત આરોપીઓની સમયસર ધરપકડ પણ કરી લેવામાં આવી હતી છતાં તપાસ એસીબીને સોંપવામાં આવી હતી ત્‍યારે કૌભાંડીઓને જેલભેગા કરવા સરકારે આવકારદાયક નિર્ણય કર્યો હોય તેવું લોકોને લાગ્‍યુ હતું. પરંતુ એસીબી તપાસ આદરે અને કૌભાંડીઓ બેનકાબ થાય તે પૂર્વે જ તપાસ પરત લઇને પોલીસને સોંપવાથી સરકારની કામગીરી સામે પણ સવાલો ઉપસ્‍થિત થયા છે અને કૌભાંડીઓને છાવરવાનો પ્રયાસ થતો હોય તેવી લોકમુખે ચર્ચાએ જોર પકડયું છે.

 

(6:27 pm IST)