Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પાકિસ્તાન જેલમાં ૪૧૮ માછીમારો અને કરોડોની બોટો કબજામાં : બોટો કયારે છૂટશે?

વેરાવળ તા. ૧૧ : દરીયા વિસ્તારમાં માછીમારી કરવા જતા માછીમારો સીમારેખાને પાર કરતા હોય તેવા ૪૧૮ માછીમારો પાકીસ્તાન જેલમાં બંધીવાન છે અને કરોડો રૂપીયા ની બોટો દરીયા કાંઠે સડી રહેલ છે તેમ છતાભારત સરકાર તરફથી કોઈપ્રયત્ન ન થતા ભારે રોષ ફેલાયેલ છે. ગીર સોમનાથ જીલ્લા તેમજ દરીયાઈ વિસ્તારના માછીમારો રોજીરોટી કમાવવા માટે દરીયાઈ વિસ્તારમાં જાય છે ત્યારે રાત્રીનાસમયે જળસીમા રેખા કયાં પુર્ણ થાય છે તે ખબર હોતી નથી મોટા ભાગના અભણ માછીમારો હોય છે તેને સમજણ આપવામાં આવે છે તેમ છતા જળસીમા પાર કરી જાય છે હાલમાં ૪૧૮ માછીમારો પાકીસ્તાન જેલમાં છે. કરોડો રૂપીયાની બોટો દરીયાકાંઠે સડી રહેલ છે જેથી બોટ માલીકોને મોટી આર્થિક નુકશાની ગયેલ છે તેમજ ૪૧૮ પરીવારો પણ તેમનો ભાઈ, દીકરો, પતિ, બાપની કાગદોડે રાહ જોઈ બેસી રહેલ છે તેથી તાત્કાલીક ૪૧૮ માછીમારોને છોડાવવાનો ભારત સરકાર પ્રયત્ન કરવો જોઈએ તેવી માંગ ઉઠી છે.(૨૧.૨૧)

(4:01 pm IST)