Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

સલાયાના ૧પ કરોડના હેરોઇન પ્રકરણમાં રાજુ દુબઇ જેલ હવાલે

(કૌશોલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૧ : ખંભાળીયાના સલાયા પાસેથી પંદર કરોડ રૂપિયાના હેરોઇનના પ્રકરણમાં લાંબા સમયથી તપાસ ચલાવતી ગુજરાત એ.ટી.એસ.ના દ્વારા પંદર કરોડનું હેરોઇન પકડી જુદા જુદા એક સલાયા તથા બે માંડવી કચ્છના નામઓને રીમાંડ પર લઇને હકીકતો મેળવાઇ હતી જે પછી આશેદ ઉર્ફે રાજુ દુબઇને સાત દિવસની રીમાંડ પર લેવાયો હતો જેમાંં ગઇ કાલે રીમાંડ પુરી થતા ખંભાળિયા જિલ્લા કોર્ટમાં એ.ટી. એસ. પી. આઇ. વિષ્ણુ પટેલે તેને રજુ કરીને ધવુ રીમાંડ માંગતા નામંજુર થતા તેને જેલ હવાલે કરાયો છે.

એ.ટી.એસની તપાસમાં બહાર આવ્યું છે કેઆ રાજુ દુબઇ ઉર્ફે અરશદ મુસ્લીમ શખ્સ દુબઇ તથા પાકિસ્તાનથી આ હેરોઇનનો જથ્થો સરહદ પાર કરવા માટે વ્યવસ્થા તથા ટ્રાન્સપોર્ટની ગોઠવણ કરતો હતો તથા ફોન પર વાતચીત કરીને વહાણમાં માલ મોકલવા, સપ્લાય કરવા વ્યવસ્થા કરતો હતો તથા માલને દુબઇ પાકિસ્તાનથી ઉંઝા પહોંચાડવા વ્યવસ્થા પણ તેણે કરી હતી. હવે પછી એ.ટી.એસની ટીમ દ્વારા આપ્રકરણમાં ઉંઝાથી સપ્લાય કરવામાં સંકળાયેલ તથા અન્ય આરોપીઓ અજીત, રફીક, રહેમાન કાશ્મીમ વિ. પકડી પાડવા વ્યવસ્થા ગોઠવાઇ છે.

એ.ટી.એસ.દ્વારા પંદર કરોડના હેરોઇનનો જથ્થો પકડીને આકરા પગલા લઇને તમામ શોધખોળ, પુછપરછ રીમાંડ ધરપકડન દોર  શરૂ કરાતા સલાયા પંથક જયાં ડ્રગ્સની પ્રવૃતિ બહુ ચાલતી તેમાં હવે મંદિ આવી છે. તાજેતરમાં દેવભૂમિ જિલ્લાની મુલાકાતે આવેલ ડી.આઇ.જી. સંદિપસિંઘના ધ્યાનમાં આ ડ્રગ્ઝનો મુદો આવતા તેમણે પણ પોલીસ તંત્રમાં કડક પગલાનો દોર શરૂ કર્યોછે. (૬.૧૭)

(4:01 pm IST)