Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ગોંડલમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૫ શખ્સો પકડાયાઃ એલસીબીનો દરોડો

પાટીદડ ગામે જાહેરમાં જુગાર રમતા ૩ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા

તસ્વીરમાં ઘોડીપાસાનો જુગાર રમતા પકડાયેક શખ્સો નજરે પડે છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી ગોંડલ

રાજકોટ, તા.૧૧: ગોંડલના ભગવતપરામાં રૂરલ એલસીબીએ રોક કરી ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતો

પોલીસ અધિક્ષક બલરામ મીણાએ દારૂ જુગારની બદી નાબુદ કરવા સૂચના આપેલ જે અન્વયે એલ.સી.બી.ના આઇ/સી પો ઇન્સ. જે.એમ.ચાવડાના માર્ગદર્શન મુજબ પો. હેડ કોન્સ. રવિભાઇ બારડ. પો. કોન્સ. મનોજભાઇ બાયલ, જયેન્દ્રસિંહ વાઘેલાએ મળેલ બાતમી આધારે ગોંડલ ભગવતપરા ધોધાવદર ચોક પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા(૧)સુરેશ મંગુભાઇ ગોહેલ કોળી રહે. ઘોઘાવદર ચોક ગોંડલ (૨)અલ્પેશ ઉર્ફે મુન્નો બીરજુભાઇ બગથરીયા વાણંદ રહે. જેલચોક તક્ષશીલ સોસાયટી શેરી નં. ૧ ગોંડલ (૩) અજય જેન્તીભાઇ સોલંકી દેવીપુજક રહે. સરકારી દવાખાના સામે ગોંડલ(૪)અસ્લમ અબુભાઇ કટારીયા ખાટકી ઉ.વ ૨૦ રહે. ભગવતપરા શેરી નં.૨૯ ગોંડલ તથા (૫)ઇકબાલ જુમ્માભાઇ ખીરાણી રહે. મતવા ઢોરે પાંજરાપોળ ગોંડલને રોકડારૂ ૨૬,૫૦૦ સાથે પકડી પાડી ગોડલ સીટી પોલીસના હવાલે કર્યા હતા.

તેમજ ગોંડલ તાલુકાના પાટીદળ ગામે તાલુકા પોલીસે રોડ કરી જાહેરમાં જુગાર રમતા (૧)સ શાંતિલાલ કાનજીભાઇ ચૂલાસણા (૨) કનક લાભુભાઇ થરેસરા તથા (૩) અલ્પેશ વશરામભાઇ મકવાણા રે. પાટીદડને રોકડા રૂ. ૩૨૫૦ અને ગંજીપતા સાથે પકડી ઝડપી લીધા હતા. વધુ તપાસ પો.મે પ્રદીપસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

(3:41 pm IST)