Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

સગીરાને ભગાડી જનાર પાલીતાણા પંથકનો આરોપી ૧૮ વર્ષે ઝડપાયો

ભાવનગર તા. ૧૧ :.. પાલીતાણા રૂરલ પો. સ્ટે. ગુ. ર. નં. ર૩૪/ર૦૦૦ ઇ. પી. કો. કલમ ૩૬૩, ૩૬૬ મુજબનાં ગુન્હાનાં કામે અટક કરવાનો બાકી આરોપી પોપટભાઇ જસાભાઇ મકવાણા રહે. સાંજણાસર તા. પાલીતાણા વાળો લાલ તથા કાળી લીટીવાળો સફેદ શર્ટ તથા કાળુ પેન્ટ પહેરીને પાનવાડી ચોકથી એસ. ટી. બસ સ્ટેન્ડ જવાના રસ્તા ઉપર તાપીબાઇ હોસ્પીટલની સામે રોડ ઉપર ઉભેલ છે. જે બાતમી આધારે પોપટભાઇ  ઉ.૪પ રહે. છોરા ફળીયામાં, હાલ-કીમ ચોકડી પાસે, વાલેચા ગામ નેમુભાઇની વાડીમાં તા. માંગરોળ જી. સુરતવાળો હાજર મળી આવેલ. જેથી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.

આ બનાવ અંગે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થયેલ હોય. જેથી આરોપીને પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

આમ, સગીર બાળાને લલચાવી-ફોસલાવી ભગાડી લઇ જવાનાં ગુન્હામાં છેલ્લા અઢાર વર્ષથી નાસતાં - ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને મહત્વની સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલસીબીના પો. ઇન્સ. ડી. એમ. મિશ્રા તથા એન. જી. જાડેજા પો. સબ. ઇન્સ., એલ. સી. બી., ભાવનગર તથા એલ. સી. બી. સ્ટાફનાં કલ્યાણસિંહ જાડેજા, ભયપાલસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ સરવૈયા, ચિંતનભાઇ મકવાણા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં. (પ-૧પ)

 

(12:18 pm IST)