Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ગોંડલના લુણીવાવમાં કારે ઠોકર મારતા ૭ વર્ષની રાધી બામનીયાનું મોત

રાજકોટ તા. ૧૧ :.. ગોંડલના લુણીવાવ ગામ પાસે કારના ચાલકે ઠોકર મારતા સાત વર્ષની બાળકીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલના બેટાવડ ગામની સીમમાં છત્રસિંહ સજુભાની વાડીમાં રહેતા ધારૂભાઇ વાદલાભાઇ બામનીયા (આદિવાસી) ગઇકાલે કોલીથડ રોડ પર જતા હતા ત્યારે લુણીવાવ ગામ પાસે જીજે-૩-કેએચ-૯૦૦૪ નંબરની આઇ-ર૦ કારના ચાલકે સાત વર્ષની રાધીને હડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. વી. આર. ગુજરાતીએ સ્થળ પર પહોંચી મૃતક રાધીના પિતા ધારૂભાઇ આદીવાસીની ફરીયાદ પરથી કાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:12 pm IST)
  • જામખંભાળિયામાં મારામારીના કેસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ -ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિને એક-એક વર્ષની સજા ફટકારતી અદાલત ;છ વર્ષ જુના કેસમાં ભાજપના આગેવાનને સજા ફટકારતા ખળભળાટ access_time 11:16 pm IST

  • તિતલી વાવાઝોડું વિકરાળ બન્યું:સવારે ૫ વાગે ત્રાટકશે:ઓડિસાના ૩ લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડયા:ઓડિસા અને આંધ્ર ઉપર ૧૬૫ કિ.મી. સ્પીડ પકડશે:અત્યારે ૧૪૦-૧૫૦ કિ.મી.ની ઝડપ છે.:૧૧ અને ૧૨ મીએ તમામ સ્કુલ કોલેજો બંધ:જાહેર કરતા નવીન પટનાયક: પરીક્ષાઓ રદ્દ કરાઈ access_time 1:14 am IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST