Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

આટકોટમાં જાહેરમાં જાુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

રાજકોટ તા. ૧૧: જસદણના આટકોટમાં પાંચવડા રોડ પર ભાદર નદીના કાંઠે જાહેરમાં જાુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ આટકોટના પો.કો. નરેશભાઇ રાઠોડ સહિતના સ્ટાફે રેઇડ કરી જાુગાર રમતા (૧) હરેશ બધાભાઇ ડોટા (ર) રમેશ સામતભાઇ ડોટા, (૩) ધર્મેશ ધીરૂભાઇ ભટી (૪) વનરાજસિંહ રામસિંહ રાયજાદા (પ) ઘનશ્યામ જીવાભાઇ સાપરા ઉ.વ. ૪૦ ધંધો-મજુરી રહે-બધા આટકોટ, કૈલાશનગરને રોકડા રૂ. ૧રર૬૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. (૭.ર૦)

(12:12 pm IST)