Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ભાણવડ ગાંધી જયંતિ અભિલાષા શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન

ભાણવડ તા.૧૧ : તાલુકાના વાનાવડ ગામના પાટીયે અભિલાષા શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની પખવાડીયા ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવેલ વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાનુ ગૌરવ વધારેલ છે. જયારે આ શાળાના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભમાં અંડર ૧૪ કબડ્ડી સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ પ્રથમ આવી સમગ્ર તાલુકાનુ નામ રોશન કરેલ છે.

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી અંતર્ગત યોજાયેલ નિબંધ, વકતૃત્વ, કાવ્યલેખન તથા ચિત્રસ્પર્ધામાં અભિલાષા સ્કુલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં નિબંધ લેખનના રાવલીયા અવની પ્રથમ તથા કાંબરીયા કલ્પેશ દ્વિતીય, કાવ્ય લેખન સ્પર્ધામાં વૈરૂ ધારા તથા નંદાણિયા રાધિકા બંનેએ દ્વિતીય વકતૃત્વ સ્પર્ધામાં ગોજીયા સુનિતા તૃતિય તેમજ ચિત્ર સ્પર્ધામાં જાડેજા શિવાંગીબાએ તૃતિય સ્થાન મેળવ્યુ હતુ.

ખેલ મહાકુંભની જીલ્લાકક્ષાની અંડર ૧૪ કબડડ્ડી સ્પર્ધામાં આ શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ આવી ડંકો વગાડયો હતો. હવે આગામી દિવસોમાં રાજયકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં જીલ્લાનું નેતૃત્વ કરી મેદાન પર ઉતરશે.(૪૫.૬)

(12:01 pm IST)