Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

સરદાર પટેલ જળ સંચય સહભાગી યોજનાનાં ગુજરાતનાં ચેરમેન પદે ડો. ભરતભાઇ બોઘરા

જસદણ વિસ્તારમાંથી કુંવરજીભાઇ બાવળીયા બાદ ડો. બોઘરાને રાજય સરકારમાં સ્થાન : ગુરૂ-ચેલાની જોડી તાલુકાનો વિકાસ કરશે

આટકોટ, તા. ૧ ૧ : જસદણનાં પૂર્વ ધારાસભ્ય અને હાલ રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી ડો. ભરત બોધરાની રાજય સરકાર દ્વારા સરદાર પટેલ જળ સંચય સહભાગી યોજનાનાં ગુજરાતનાં ચેરમેન પદે નિયુકતી કરતા જસદણ તાલુકામાં અને ડો. ભરત બોઘરાના ટેકેદારમાં ખુશી છવાઇ ગઇ છે.

જસદણનાં પૂર્વ ધારાસભ્ય ડો. ભરત બોધરા જસદણમાં અઢી વર્ષ ભાજપનાં ધારાસભ્ય રહ્યા હતા પરંતુ વર્ષોથી પછાત ગણાતા આ તાલુકામાં માત્ર અઢી વર્ષનાં ટુંકા ગાળામાં તાલુકાના વિકાસ માટે રાજય સરકારમાંથી કરોડો રૂપિયાની ગાંટ લાવી જસદણ-વિંછીયા તાલુકામાં વિકાસમાં દ્વાર ખોલ્યા હતાં.

ડો. ભરત બોઘરાની દરેક સમાજને સાથે લઇ ચાલવાની  તેમજ વહીવટી સુઝ-બુઝને લીધે રાજયમાં આજે ભાજપમાં ટોચના સ્થાને ટુંકાગાળામાં પહોંચી ગયા છે.

રાજય સરકાર દ્વારા તેમને સોંપવામાં આવેલ મહત્વનાં સ્થાનથી તેઓની કુશળતાથી રાજયમાં જળ સંમયની કામગીરીને વેગ મળશે.

આ અંગે ડો. ભરત બોઘરા સાથે ટેલીફોનીક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર રાજયમાં સ્થાનિક ધારાસભ્યો, સાંસદો, એન.જી.ઓ. સાથે સંકલન કરી જે તે વિસ્તારમાં સિંચાઇની યોજના, જળ સંમયની કામગીરી, ચેકડેમો બનાવવાની કામગીરી કરવાની હોય છે.

તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ મારામાં મુકેલ વિશ્વાસને હું આગામી દિવસોમાં સાર્થક કરી સમગ્ર રાજયમાં જળ સંયમની કામગીરી વધુમાં વધુ થાય એવા પ્રયત્નો કરીશ.

જસદણ -વિંછીયા પંથકના પૂર્વધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા હાલ કેબીનેટ મંત્રી તરીકે કાર્યરત છે ત્યારે જસદણ તાલુકામાં થી વધુ એક આગેવાન ડો. ભરત બોઘરાને રાજય સરકારે મહત્વની જવાબદારી સોંપતા જસદણ તાલુકામાં હર્ષની લાગણી છવાઇ ગઇ છે. (૯.૩)

(11:55 am IST)