Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

વેરાવળના કાજલી ગામે બિસ્માર રસ્તાનું નિરીક્ષણ કરતા જવાબદાર અધિકારીઓ

કાજલી ગામે નેશનલ હાઇવેસેડની મુલાકાત લઇ નિરીક્ષણ કરતા અધિકારીઓ સાથે માનસિંહભાઇ પરમાર નજરે પડે છે.

પ્રભાસ પાટણ તા.૧૧: વેરાવળ તાલુકાનાં કાજલી ગામે નેશનલ હાઇવે રોડ પસાર થાય છે. આ હાઇવે રોડ કાજલી માર્કેટીંગ યાર્ડથી કાજલી ગામે આવેલ રીલાયન્સ પેટ્રોલપંપ સુધીનો રસ્તો ચોમાસા બાદ અતિ બિસ્માર હાલતમાં ફેરવાયેલ છે. જેનાં કારણે આ રસ્તા ઉપરથી સતત મોટા-વાહનો પસાર થવાની ધૂળની ડમરીઓ ર૪ કલાક ઉડી રહેલ છે. રોડની બાજુનાં રહેણાંક વિસ્તારનાં લોકો પણ ત્રાહિમામ પોકારી ગયેલ છે. અનેક બિમારીઓનાં ભોગ બનેલ છે.

આ બાબતની રજુઆત માનસિંહભાઇ પરમારને કરતા તેઓએ નેશનલ હાઇવેના અધિકારીઓને રજુઆત કરેલ અને નેશનલ હાઇવેનાં અધિકારીઓએ કાજલી ગામે આ બિસ્માર રોડની મુલાકાત કરેલ.

માનસિંહભાઇ પરમારે આ મુશ્કેલી અંગે માહિતગાર કરેલ અને નેશનલ હાઇવેનાં અધિકારીઓ દ્વારા એકાદ-બે દિવસમાં કાજલી માર્કેટીંગ યાર્ડથી રીલાયન્સનાં પંપ સુધીના રસ્તાને ડામરનાં પેવરથી મઢવા કામગીરી શરૂ કરવામાં આવશે તેવી ખાત્રી આપેલ છે. આ એક કિલોમીટરનાં બિસ્માર રોડ માટે માનસિંહની રજુઆતને સફળતા મળેલ છે.(૧.૨)

(10:29 am IST)