Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

માળીયા મિંયાણા વિસ્તારમાં અલગ-અલગ બે જગ્યાએથી બે વૃદ્ધાની લાશ મળી

મોરબી : માળીયા મિંયાણા તાલુકામાં ગઇકાલે બે વૃદ્ધાની લાશ મળતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.

પ્રથમ ઘટનામાં જબુબેન વિઠ્ઠલભાઇ (ઉ.૭૪, રે. ચાંચાવદરડાવાળા) પોતાના ઘેરથી માનસર ગામે ગયેલ હતા જે ગઇકાલે સાંજે ખાખરાળાથી વનાળીયા ગામ જવાના રસ્તે મરણ ગયેલ હાલતમાં પડેલ હોવાની જાણ થતા પોલીસે એ.ડી. નોંધી છે.

જ્યારે બીજા બનાવમાં વવાણીયા ગામની ઢુંઇ સીમમાં એક અજાણી સ્ત્રી આશરે ૬પ વર્ષના આસપાસની લાશ મળી હોવાની જાણ થતા પોલીસે તપાસ શરૃ કરી છે.

(6:02 pm IST)