Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

હળવદના મિયાણીમાં સીઝ કરાયેલી રેતીની હરરાજીથી ખાણખનીજ વિભાગને ૩પ લાખની આવક

હળવદ : હળવદ તાલુકાના મીયાણી ગામે ૪ર,૩૦૪ ટન સીઝ કરાયેલી રેતીની ખાણ ખનીજ હળવદ મામલતદારની હાજરીમાં જાહેર હરરાજી કરાઇ હતી. જયારે હરરાજી કરાયેલ રેતીથી સરકાર તિજારીને ૩પ લાખની આવક થવાનો બ્રાહ્મણી નદીના પટમાંથી રેત માફીયાઓ દ્વારા બેફામ રીતે રેતી ચોરી કરાઇ રહી હતી. ત્યારે જિલ્લા ખાન ખનીજ વિભાગ દ્વારા રેત માફીયાઓ પર આકરી કાર્યવાહી હાથ ધરાતા રેત માફીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સાથે જ પંથકમાં મહદઅંશે રેતી ચોરી પર લગામ લાગી છે. જયારે બીજી તરફ રેત માફીયાઓ દ્વારા બ્રાહ્મણી નદીના પટમાંથી રેતી ચોરી કરી સરકારી જગ્યાઓ પર રેતીના ઢગલા ખડકી દીધા હોય જેને જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યા હતાં.

ગઇકાલે ગેરકાયદેસર ખડકાયેલા રેતીના ૧૬ જેટલા ઢગલાઓની કુલ ૪ર,૩૦૪ ટન રેતીની જાહેર હરરાજી જિલ્લા ખાણ ખનીજ અધિકારી યુ. કે. સિંઘ, હળવદ મામલતદાર વી. એ. સોલંકી, ટીકર બીટ જમાદાર તેમજ ગ્રામ પંચાયતના સરપંચ સહિતનાઓની હાજરીમાં મિયાણી ગ્રામ પંચાયત કચેરી ખાતે કરવામાં આવી હતી. જે પ્રતિ એક ટનના ૬પ રૃપિયામાં ખરીદારોએ રેતી ખરીદી હતી. જયારે રેતીની જાહેર હરરાજીથી સરકારી તિજારીને રૂ. ૩પ લાખની વધુની આવક થવાનો અંદાજ સત્તાધીશોએ વ્યકત કર્યો હતો.

(5:58 pm IST)