Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ધ્રાંગધ્રાનાં સોલડી પાસે અકસ્માતમાં પતિનું મોત : પત્નિ ગંભીર

વતન પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને હડફેટે લેતા દુર્ઘટના

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તો૧૧: સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે સોલડી ગામ પાસે આ અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે જેમાં બાઈક લઈને જતું દંપતીને કોઈ અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતા સોલડી હાઇવે ઉપર જ ગંભીર હાલતમાં પતિનું અવસાન તેમ જ પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સુરેન્દ્રનગર શહેર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ધવાણા ગામ ખાતેથી કામ પતાવી અને સોલડી વતન ખાતે પરત ફરી રહ્યા હતા તેવા સમયે ટોલટેકસ પાસેથી પસાર થઈ રહ્યા હતા તેવા સમયે ધાંગધ્રા હળવદ ફોરલેન હાઇવે ઉપર અજાણ્યા વાહનના ચાલકે આ બાઈકને હડફેટે લેતા જેમાં કાંતિભાઈ જે પ્રજાપતિ અને તેમના પત્ની ગીતાબેન બંને પતિ-પત્નીને આ અકસ્માત નડયો હતો જેમાં કાંતિભાઈનું ઘટનાસ્થળ પર મોત નીપજયું છે જયારે ગીતાબેનને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જયારે આ ઘટનાની ફરિયાદ નોંધી અને હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે.

(12:50 pm IST)