Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

વડીયાનો સુરવોડેમ ઓરફલો થવાની તૈયારી :તંત્ર દ્વારા એલર્ટ

માત્ર એકજ દિવસમાં મોટાભાગનું સુરવોડેમમાં પાણીની આવક

વડીયામાં અને વડિયાના ઉપરવાસ વિસ્તારમાં છેલ્લા બેદીવસ થી અવિરત વરસાદ થવાના કારણે વડિયા સુરવોડેમમાં નવા નીરની આવક શરૂ થતા ચોમાસુ પૂર્ણ થવાને આલે છે ત્યારે વડીયાનો સુરવોડેમ નહોતો ભરાયો ત્યારે ખેડૂતો અને સ્થાનિક લોકોમા ચિંતાનો ઘાટ સર્જાયો હતો ગત રાત્રીથી અત્યાર સુધીનો વરસાદ 95 મી.મી.નોંધાયેલ છે માત્ર એકજ દિવસમાં મોટાભાગનું સુરવોડેમમાં પાણીની આવક થતા ઓરફલો થવાને માત્ર એકજ ફૂટ બાકી રહેતા તંત્ર થયું ખડેપગે અને વડીયાના શહેરના કૃષ્ણપરા અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા તંત્ર દ્વારા શહેરમાં માઇક રાખી એલાઉન્સ કરવામાં આવ્યું છે

   વડિયા સુરવોડેમ પર લોકોને અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે છે અને વડિયા ગ્રામજનો પણ મોટી સંખ્યામાં નવાનીરના વધામણા કરવા માટે ઉમટી પડયા તો બીજી તરફ વડિયાના બાવળ બરવાળા ગામે એક ફોરવિલ કાર પાણીમાં ફસાઈ હતી જે ગ્રામજનો દ્વારા જાનહાની વગર મહામહેનતે બહાર કઢાઈ હતી

(8:05 pm IST)