Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

રાજકોટ-ભાવનગર હાઇ-વે ઉપર ઉમરાળા તાલુકાના લીમડા ગામમાં ગઢડા ચોકડી પાસે ૧ ફૂટ ઉંડો ખાડો પડ્યોઃ વાહનચાલકો હેરાન-પરેશાન

ભાવનગરઃ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લીમડા ગામ માં ગઢડા ચોકડી પાસે ૧ મોટો ખાડો રોડ પર પડ્યો છે તથા રોડ વચ્ચેના ભાગમાં પણ રોડ તૂટી જવા પામ્યો છે જ્યાં વાહન ચાલકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે અને આ ખાડો લગભગ ૧ ફુટ ઉંડો છે હમણાં થોડાક સમય પહેલાં બનેલા નવા ફોર લાઇન રોડ પર આ અસર જોવા મળી છે જ્યારે નાના મોટા વાહન ચાલકો ને બહુ સાવચેત પૂર્વક ધ્યાન રાખવું પડે છે. ગ્રામ્ય જનો ને પણ બહુ મુશ્કેલી નો સામનો કરવો પડે છે.

(4:59 pm IST)
  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST

  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST

  • ૧૩મીથી મુંબઇમાં ફરી વરસાદનું જોર વધતુ જશે : મુંબઇમાં ૧૩મી સપ્ટેમ્બર શુક્રવારે બપોરથી રવિવાર ૧૫મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડતો રહેશે તેમ એક ખાનગી વેધર સંસ્થાએ ટ્વીટ કરી જણાવ્યું છે. આ ૩૬ કલાકના સમયમાં (થાણે-નવી મુંબઇ સહિત) ૪ થી ૫ ઇંચ વરસાદ પડવા સંભવ છે. જયારે પશ્ચિમ અને ઉતરના પરાઓમાં ૬ ઇંચથી પણ વધુ વરસાદ પડશે access_time 4:15 pm IST