Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સાવરકુંડલા લોહાણા મહાજને તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કારોથી નવાજયા

સાવરકુંડલા લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં મંચ ઉપર ઉપસ્થિત લોહાણા મહાજનના અગ્રણીઓ તથા નીચેની બીજી તસ્વીરમાં પાંધી પરિવારની તેજસ્વી વિદ્યાર્થીને શિલ્ડ અર્પણ કરવા જ્ઞાતિ આગેવાનો નજરે પડે છ.ે (તસ્વીરઃ દિપક પાંધી-સાવરકુંડલા)

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૧૧ : સાવરકુંડલા લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાઇ ગયો વિદ્યાર્થી સન્માન સમારોહના અધ્યક્ષ સ્થાને માજી સાંસદ મુરબ્બીશ્રી નવિનચંદ્રભાઇ રવાણી હતા. જલારામ મંદિરના પૂજય શ્રી રમુદાદા આશિર્વાદ આપવા ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમની શરૂઆત અધ્યક્ષશ્રી રવાણીભાઇએ સેવાભાવી ડોકટરશ્રી જે.બી.વડેરા, રમુદાદા અને બહારગામથી પધારેલા મહેમાનોના હસ્તે દિપ પ્રાટગ્યથી કરી મહેમાનોનું  પુષ્પ ગુચ્છથી સ્વાગત  કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા ડો. વડેરાએ શિખ આપી હતી કે જીવનમાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરોસાથે વિનય અને વિવેકી બનીરહો વિનય અને વિવેકથી સમાજમાં આગવી છાપ પડે છ.ે સમારંભના અધ્યક્ષ મુ.શ્રી રવાણીભાઇએ ઉપસ્થિતોને જણાવ્યું કે તમારા જે આદર્શ હોય તેના વિચારોને જીવનમાં અનુસરવા અપીલ કરી હતી. મહાજનના પ્રમુખ જગદીશભાઇ માધવાણીએ પ્રાસંગીક પ્રવચન કરેલ.

જ્ઞાતિના ભાઇ-બહેનોની ઉપસ્થિતીમાં જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં ધોરણ એકથી ડિગ્રી સુધી અને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલા તેજસ્વી વિદ્યાર્થીઓને આકર્ષક શિલ્ડ-અને ગીફટ ત્થા સર્ટીફીકેટ આપી સન્માનવામાં આવ્યા હતા.

અન્ય વિદ્યાર્થી ભાઇ-બહેનોને પણ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા.

પારીવારીક માહોલ અને ઉત્સાહ ભર્યા વાતાવરણ યોજાયેલ સન્માન સમારંભમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહ્યા હતા અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા કાર્યક્રમ બાદ લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા ઉપસ્થીત જ્ઞાતિજનો માટે સ્વરૂચી ભોજન યોજવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમની સફળતા માટે લોહાણા મહાજનની સમગ્ર ટીમનો સહયોગ અને માર્ગદર્શન નીચે સંસ્થાના મંત્રી હાર્દિકભાઇ ખીમાણીએ જહેમત ઉઠાવી હતી.

(3:38 pm IST)