Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ઉપલેટાના મોટી પાનેલીમાં દે ધનાધન ૬ અને જામજોધપુરમાં પ, ખંભાળીયામાં ૪ ઇંચ વરસાદ

રાજકોટ, તા.૧૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ યથાવત છે. અને કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસી જાય  છે ત્યારે આજે ઉપલેટાના મોટી પાનેલીમાં ૬ ઇંચ વરસાદ પડયો છે.

જામનગર જીલ્લાના જામજોધપુરમાં સવારથી બપોરના ૨ વાગ્યા સુધીમાં ૩ ઇંચ વરસાદ પડયો છે. જયારે ગઇકાલે સાંજથી સવાર સુધીમાં ૨ ઇંચ સાથે કુલ પ ઇંચ વરસાદ પડયો છે.

જયારે જુનાગઢનાં વંથલીમાં અડધો ઇંચ તથા વિસાવદર, જુનાગઢ, માણાવદર, હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

જયારે ભાણવડ, કલ્યાણપુર, ખંભાળીયા, જાફરાબાદ, બગસરા, ઉના, લોધીકા, ઉપલેટા, જેતપુર જામકંડોરણામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા.

ધોરાજીમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

મોટી પાનેલી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલીઃ ઉપલેટાના મોટી પાનેલીમાં આજે સવારથી મેઘરાજાએ મ્હેર કરી છે અને બપોર સુધીમાં ૬ ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડયો છે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં આજે બપોરના ૧ વાગ્યાથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જે ૩ વાગ્યા સુધીમાં ચારેક ઇંચ જેટલો પડી જતા નીચાણવાળા વિસ્તારોમાં પણ ભરાઇ ગયા છે.

(3:37 pm IST)