Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ઝાલાવાડમાં વરસાદથી પાક બળી જવાની ભીતી: દિવાલ પડતા બાળકનું મોત

મેઘરાજાએ સુરેન્દ્રનગર જીલ્લામાં તારાજી સર્જી : ડેમો ઓવરફલો : નદીઓમાં ઘોડાપુરથી રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા

વઢવાણ, તા. ૧૧ : સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન જિલ્લાના તમામ ગામડાઓ અને તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે.જેના કારણે જિલ્લા માં અતિ નવા પાણીની આવક થઈ છે. જિલ્લામાં આવેલ તમામ ડેમો ઓવરફ્લો થવા ના આરે છે. ત્યારે જિલ્લામાંથી પસાર થતી નદીઓ બે માથે વહી રહી છે. ત્યારે હજુ પણ ધીમી ધારે વરસાદ પડી રહો છે..

ત્યારે  જિલ્લામાં ખાબકેલા વરસાદની અસર એ થઇ છે કે અહી આવેલા જિલ્લાના તમામ ડેમો અને જળાશયો ઓવરફ્લો બન્યા છે. ત્યારે જિલ્લામાં સતત વરસાદ એ જિલ્લામાં તારાજી સર્જી છે. ત્યારે વધુ પડતા વરસાદના પગલે જિલ્લામાં ભારે એવું નુકસાન થયું છે. જિલ્લાના મોટા ભાગના રોડ રસ્તાઓની પરિસ્થિતિ ખૂબ કરાબ અને વરસાદના પગલે ધોવાયા છે..

ત્યારે હજુ પણ જિલ્લામાં વરસાદ શરૂ છે.ત્યારે મુળી સાયલા અને ચોટીલા પંથક માં ભારે વરસાદ પડયો છે..

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદના પગલે જિલ્લાનો નાયકા અને ધોળીધજા ડેમ ઓવરફ્લો બનતા ૫ દરવાજા બે ફૂટ સુધી ખોલી નાખવા માં આવતા આ પાણી વઢવાણ તરફ આવતા ભોગવો નદીમાં આવે છે.અને જિલ્લા ના અનેક ગામડાઓના નાળાઓ અને રોડ ધોઈ નાખી અને જિલ્લાના અનેક ગામડાઓને સંપર્ક વિહોણા બનાવે છે..

ત્યારે ગઈકાલે બપોરના સમયે ભોગવો નદીમાં પાણી છોડવામાં આવતા જિલ્લા પંચાયત પાસે ચરી રહેલી ગાયો પાણીમાં તણાઈ હતી.ત્યારે સદ્નસીબે ૮ ગાયો પાણી ના પ્રવાહ સામે બાથ ભીડી નીકળી ગઈ હતી અને અન્ય બે ગાયો પાણીમાં તણાઈ જતા મોત નિપજયા હતા. જયારે લખતરના ભાસ્કરપરામાં દિવાલ પડતા જશાભાઇ મહાદેવભાઇ કુકડીયાના પ વર્ષના પુત્ર સંદિપનું મોત નિપજયું હતું.

ત્યારે ગોવાણની નઝર સામે બે ગાયોના મોત નિપજતા ગોવાણની આંખ માં આંસુ આવી ભાંગી પડ્યો હતો. ત્યારે આજુ બાજુના લોકોએ ગોવાળને સાંત્વના આપી હતી.

(1:19 pm IST)