Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સાયલામાં ગરીબોને દાન કરાયુઃ સુરેન્દ્રનગરમાં મહોર્રમની ઉજવણી

સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાના  ગામોમાંથી  મોહરમ પર્વ નિમિત્તે  જુદા જુદા મુસ્લિમ વિસ્તારોમાં બનાવવામાં આવેલ આકર્ષક અને કલાત્મક તાજીયા પડ માં આવેલ  અને વરસાદી માહોલ વચ્ચે  રાબેતા મુજબ રૂટ ઉપરથી નીકળેલ  તેમજ મોહરમ ના પવિત્ર દિવસે  સાયલામાં ઘણા વર્ષોથી   મહોરમ ના પર્વ નિમિત્તે  અશરફખાન પઠાણ ઉર્ફે બલૂભાઈના નેતૃત્વ હેઠળ મુસ્લિમ યુવકો ખૂબ સુંદર સેવા નું કાર્ય કરે છે જેમા સવારે બાલમંદિરમાં બાળકોને મીઠાઈ ની વેચણી કરી ત્યારબાદ આશીર્વાદ વિકલાંગ સેવા ટ્રસ્ટ માં વિકલાંગ બાળકો ને મીઠાઈ સાથે ભોજન કરાવે છે અને ત્યારબાદ બપોરે  સાયલા ની તમામ હોસ્પિટલોમા દર્દીઓને ફ્રુટ નું વિતરણ કરેછે ત્યારબાદ સાંજે ગરીબ પરિવારો મા રાસન કીટ નું વિતરણ કરે છે અને સેવા નું ઉમદા કાર્ય કરે છે જેમા રાસન કીટ વિતરણ ને ગુપ્ત રાખવામા આવેછે જેથી ગરીબો ના સ્વમાનને ઠેસ  ન પહોંચે, આરીતે હજરાત ઇમામ હુસેન ના કાર્યો ને સાર્થક કરેછે અને કોમી એકતા નું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે.

(1:18 pm IST)