Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

વઢવાણમાં હિન્દુ સમાજ દ્વારા બનેલી જુલ્ફીકાર અને ૨૫ તાજીયાનું જુલુસ નીકળ્યુ

વઢવાણ મા અને સુરેન્દ્રનગર મા તાજીયા ની ઉજવણી મા મોટી સંખ્યા મા મુસ્લિમ અને હિન્દુ બને જોડાયા હતા અને કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સુરેન્દ્રનગરમા અલગ અલગ વિસ્તાર માંથી કલાત્મક તાજીયા નીકળ્યા હતા અને વઢવાણ મા જૂલ્ફિકાર અને તાજીયા બને નું આયોજન કરવામાં આવ્યું હતુ...વઢવાણમાં હિન્દુ ધર્મ દ્વારા જુલ્ફિકાર બનવા મા આવે છે તે એક કોમી એકતા નું અનેરું ઉદાહરણ પૂરું પાડે છેત્યારે ૦૯/૯/ના રાત્રિ દરમિયાન વઢવાણ ના ઘાચી વાડ ખાતે કોમી એકતા ના રાહબર યુસુફ મિયા બાપુ દવારા મોહરમ ના વાયેઝ નું આયોજન કરવામાંઆવ્યું હતું અને મોટી સંખ્યામાં  હિન્દુ મુસ્લિમભાઈ બેનો દ્વારા સાભળવામાં આવ્યું હતું.. સુરેન્દ્રનગર જિલ્લા માં અલગ અલગ શેરીઓ માંથી ૨૫ થી વધુ તાજીયા મુસ્લિમ બિરાદરો દ્વારા કાઢવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા ટાવર ચોક માં સ્વાગત કરવા માં આવીયુ હતું.ત્યારે પીરે તરીકત યુસુફ મિયા બાપુ , હનીફ બાપુ , ફારૂક બાપુ અને રુસ્તમભાઈ અને પોલીસની હાજરીમાં મુસ્લિમ મોહરમ કમિટીના સભ્યોનું સન્માન કરવા માં આવ્યુ હતુ.

(1:17 pm IST)