Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

રખડતા ઢોરના ત્રાસમાંથી મુકિત અપાવવા પીએસઆઇએ તૈયારી દર્શાવી

ખંભાળીયાવાસીઓ માટે સુખદ સમાચાર

ખંભાળીયા તા. ૧૧ :.. તાજેતરમાં ખંભાળીયા પો. ઇ. પી. એ. દેકાવાડીયાએ આગેવાનોની મીટીંગ બોલાવી હતી. જેમાં ખંભાળીયા શહેરમાં રસ્તા પર રખડતા પશુઓના ત્રાસ અંગે પૂર્વ જિ. પં. ઉપપ્રમુખ હરિભાઇ નકુમ, પૂર્વ શહેર પ્રમુખ યોગેશભાઇ મોટાણી, પૂર્વ પાલિકા પ્રમુખ શૈલેષભાઇ કણઝારીયા તથા મુસ્લીમ અગ્રણી હારૂનભાઇ શેખ દ્વારા રખડતા ઢોરની સમસ્યા જણાવતા પો. ઇ. દેકાવાડીયાએ આ પ્રશ્ન હલ કરવા તૈયારી બતાવી છે. પાલિકા દ્વારા નજીકની ગ્રામ પંચાયતમાં સરકાર પાસેથી જમીન મેળવીને ઢોરવાળો બનાવાય અને તેમાં રખડતા ઢોર ને પકડી રોજ પુરીને દંડ વસુલાત તેના માલિકો પાસેથી કરાય તથા બે વાડામાં ખુંટીયા તથા ગાય અલગ રાખી પશુ ચિકિત્સક રાખી સરકારી સહાય મેળવીને કે દાતાઓ પાસેથી ઘાસચારો લઇને સુંદર આયોજન કરવા તૈયારી બતાવી હતી.

રોજ પ૦ થી ૧૦૦ પશુઓ પોલીસ તેમના માણસોની મદદથી પકડીને પુરી દેવા તૈયારી બતાવી હતી. જો કે પાલિકાના સદસ્યો દ્વારા  અગાઉનાં કડવા અનુભવો જીવદયાના નામે થતી પરેશાની જણાવાઇ હતી. તથા એનિમલ હોસ્ટેલ માટે પાલિકાએ માગણી કર્યાનું જણાવાયું હતું.

(1:17 pm IST)