Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

વિડીયો વાયરલ કરવાના મનદુઃખથી જુનાગઢના યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો

જુનાગઢ, તા. ૧૧: જુનાગઢના આંબેડકરનગરમાં રહેતા નવીન ઉર્ફે શરદ બાબુભાઇ ચૌહાણ ઉ.વ.૩ર) એ ઉપલેટાના ઇસરા ગામના આહીર રાજુ ડેરનો વિડીયો વાયરલ કરેલ.

આ બાબતની અદાવત-મનદુઃખ રાખી ગઇકાલે જુનાગઢના આંબેડકનગર ખોડીયાર ગરબી ચોકમાં નવીન ચૌહાણ બેઠો હતો. ત્યારે રાજુ ડેર અને અન્ય બે અજાણ્યા શખ્સો આવી પાઇપ વડે નવીન ઉપર હુમલો કરી માર માર્યો હતો.

બનાવ અંગે એ-ડીવીઝન પોલીસે યુવકની ફરીયાદ લઇ હુમલાખોરો વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:36 am IST)