Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ધોરાજીમાં યા હુસેનના નારા સાથે ૧૦૦ જેટલા તાજીયાનું જુલુસ નીકળ્યું: આજે વહેલી સવારે વરસાદી માહોલ સાથે ટાઢા થયા

ધોરાજીઃ  ખાતે મોહરમ.નિમિતે મુસ્લિમો એ મંગળવારે વહેલી સવારે નમાજ એ આસુરા ના નફાલ પઢી અને ઇમામ હુસેન અને તેઓના જાંનિસારો ને ખીરાજ એ અકીદત પેશ કરેલ હતી ધોરાજી જામ એ મસ્જિદમાં પણ આસુરા ના નવાફીલ.પઢવામાં આવ્યા હતા બાદ માં સૈયદ હાજી શફીમિયા બાપુ બુખારીએ નમાઝ બાદ અમન શાંતિ ભાઈચારા અને દેશ ની પ્રગતિ માટે દુઆ કરેલ હતી.

સાંજે ૪ કલાકે ચકલા ચોક ખાતે થી સૈયદ રૂસ્તમ માતમ ની આગેવાની માં વીશાળ જુલુસ નીકળેલ હતું. અને સમગ્ર શહેરમાંથી અંદાજે૧૦૦ જેટલા નાના મોટા કલાત્મક તાજીયા જોડાયા હતા. આ તકે મુસ્લિમ અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ ખુરેસી તેમજ પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશી વિગેરે અધિકારીઓનું નું સૈયદ રુસ્તમ ના બસીરમિયા રૂસ્તમવાળા સૈયદ હનિફમીયાં રૂસ્તમવાળા સૈયદ શબીરમીયા રૂસ્તમવાળા વગેરે દ્વારા  સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે તાજીયા જુલુસ મા ધોરાજી મેમણ મોટી જમાતના પ્રમુખ હાજી અફરોજ લકકડકુટટા નગરપાલિકાના ઉપપ્રમુખ મકબુલભાઈ ગરાણા હાજી બાસિત પાનવાલા જુસબભાઈ માસ્તર જબ્બરભાઈ નાલબંધ વિગેરેજોડાયા હતા દર્શન અને માનતા ઉતારવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા. તાજીયા જુલુસ ચકલા ચોકથી થઇ અને બહારપુરા ખ્વાજા સાહેબ ગ્રાઉન્ડ માં પૂર્ણ થયું હતું જયાં હુસેની નિયાઝ કમીટી દ્વારા આયોજિત નિયાઝ માં સૌરાષ્ટ્રભર ના મુસ્લિમો એ નિયાઝનો લાભ લીધો હતો. બાદ આજરોજ વહેલી સવારે વરસાદી માહોલ સાથે તાજીયા ટાઢા થયા હતા. ગઈકાલે રાત્રિના ૧૧ વાગ્યા બાદ ભારે વરસાદ આવતા બહારપુરા ખાતે રાખવામાં આવેલ તાજીયા મોહરમ પ્રસંગમાં વાઇઝ શરીફ માં લંગર વગેરે પ્રસંગોમાં વિક્ષેપ પડ્યો હતો.મોહરમ તાજીયા જુલૂસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા ના ભાગરૂપે ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશી પીએસઆઇ જે.બી મીઠાપરા પી.એસ.આઇ વસાવા સહિત પોલીસ સ્ટાફ એસઆરપી જવાનો હોમગાર્ડ જવાનો ગ્રામ રક્ષક દળ મહિલા પોલીસ ટ્રાફિક પોલીસ સહિત પોલીસ સ્ટાપ એ સજજડ પોલીસ બંદોબસ્ત સંભાળ્યો હતો.(તસ્વીર :કિશોરભાઈ રાઠોડ)

(11:34 am IST)