Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

હળવદની ભવાની નગરમાં ગટરના ગંદા પાણી રસ્તા પર વહે છેઃ રહીશો ત્રસ્ત

મચ્છરોનો ઉપદ્રવઃ પાલીકા - કોન્ટ્રાકટર વચ્ચે પીસાલી પ્રજા

હળવદ,તા.૧૦:શહેરમાં ગંદકીનો ફેલાવો ના થાય ને અને શહેરને સ્વચ્છ રાખવાના હેતુ સાથે આખા શહેરમાં ભૂગર્ભગટર નાખવામાં આવી છે પરંતુ આડેધડ લેવલ વગર ગટરનું કામ કરી ન ખાતા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ગટરના પાણી રસ્તા ઉપર ઊભરાતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે શહેરના ભવાનીનગર વિસ્તારમાં પણ ગટરના પાણી રસ્તા ઉપર ઉભરાવવાને કારણે રહીશો ને ભારે પરેશાનીઓ ભોગવવી પડી રહી છે

હળવદમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું છે પરંતુ આડેધડ ગટરનું કામ કર્યું હોય જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાવા ના પ્રશ્નો બની રહ્યા છે ગટરના ગંદા પાણી રસ્તા ઉપર ફરી વળતા હોવાને કારણે રોગચાળામાં પણ કયાંક ને કયાંક વધારો થતો જોવા મળતો હોય છે

તો બીજી તરફ ભૂગર્ભ ગટરનું કામ હજુ સુધી હળવદ પાલિકાએ સંભાળ્યું ન હોવાને કારણે શહેરીજનો પાલિકા અને કોન્ટ્રાકટરની વચ્ચે પીસાઈ રહી છે જો શહેરીજનો રજૂઆત કરવા જાય તો કોને રજૂઆત કરવી તે જ મોટો પ્રશ્ન છે

શહેરના વોર્ડ નંબર ૭ માં આવતા ભવાની નગર વિસ્તારમાં આમ તો જોકે વર્ષોથી આ વિસ્તાર પાલિકામાં આવતો ન હોય તેમ અનેક સુવિધાઓથી વંચિત રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં ગંદકી એ જાણે માજા મુકી હોય તેમ આ વિસ્તારમાં ગંદકીના થર જોવા મળી રહ્યા છે ઓછામાં પૂરું ભૂગર્ભ ગટરનું કામ આ વિસ્તારમાં થયેલ હોય જેના કારણે ભૂગર્ભ ગટરના ગંદા અને દૂષિત પાણી રસ્તાઓ પર આવી જતા લોકો ને ભારે પરેશાનીઓ ભોગવવી પડી રહી છે તો સાથે જ રહીશો તો એમ પણ જણાવી રહ્યા છે કે ગટરના ગંદા પાણી રસ્તા પર આવવાને કારણે બિમારીના કેસમાં પણ વધારો થાય છે પાલીકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિકાલ આવતો નથી જેથી વહેલી તકે ગટરના ગંદા પાણી દૂર કરવામાં આવે તેવી લાગણી રહીશોએ વ્યકત કરી છે.

(11:28 am IST)