Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

૨૫૦ લોકોએ રકતદાન કર્યું

ઉપલેટા વિસ્તારમાં સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા પ્રત્યેની લાગણી હજુ પણ અકબંધ

ઉપલેટા,તા.૧૦: સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાને શ્રધ્ધાંજલી તેમની સ્મૃતિમાં શ્રી સરદાર પટેલ સેવા ટ્રસ્ટ સમાજ લેઉઆ પટેલ સમાજ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

કાર્યક્રમની શરૂઆતમાં બ મિનિટે મૌન પાડી શ્રધ્ધાંજલી આપવામાં આવેલ ૨૫૦ લોકોએ રકતદાન કરેલ હતું જેમાં પોરબંદરની આશા બ્લડ બેંક સહયોગ આપેલ હતો.

 આ કાર્યક્રમમાં રાજ્યના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, જીલ્લા ડેરીના ચેરમેન ગોવિઁદભાઇ રાણપરીયા,ધારાસભ્ય લલીતભાઇ વસોયા, જીલ્લા બેંકના ડીરેકટર હરિભાઇ ઠુંમર (ભોલે), તાલુકા સંઘના પ્રમુખ વલ્લભભાઇ સખીયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ  માકડીયા, ન.પા.ના પ્રમુખ દાનભાઇ ચંદ્રવવાડીયા, ઉપપ્રમુખ ધવલ માકડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગર, યાર્ડના પ્રમુખ માધવભાઇ પટેલ, ઉપપ્રમુખ રાજાભાઇ સુવા, તાલુકા ભાજપ પ્રમુખ રાજશીભાઇ  ઠુંમર, નરશીભાઇ મુંથલપરા- હરસુખભાઇ સોજીત્રા, રણુભા જાડેજા , અમીતભાઇ શેઠ, જમનભાઇ ગજ્જર, જગદીશભાઇ ગણાત્રા, નિલુભાઇ ગોંધીયા, બટુકભાઇ ગજેરા, પરેશભાઇ ઉચદડીયા, કીરીટભાઇ પાદરીયા, સતીષભાઇ સોજીત્રા,મયુરભાઇ સુવા , કનુભાઇ સુવા લખમણભાઇ સુવા, રમણીકભાઇ લાડાણી,ગોપાલભાઇ ઝાલાવડીયા, જયેશભાઇ ત્રિવેદી , નારણભાઇ આહીર, ડાયાભાઇ ગજેરા , દિનેશભાઇ કંટારીયા, બાબુભાઇ  હશુંબલ, મનુભાઇ સોજીત્રા, બાબુભાઇ ડેર, વિનુભાઇ ઘેરવડા, અજીતસિંહ વાઘેલા, બહાદુર સિંહ ચુડાસમા , કમલેશભાઇ ચંદ્રવાડીયા, કિશનભાઇ વસોયા,  ધરણાતભાઇ સુવા સહિત  જીલ્લમ તાલુકા અને ગ્રામપંચાયતના સદસ્યો, સરંપચો, સહકારી મંડળીના પ્રમુખો હોદેદારો યુવાનો ભાઇ બહેનો કાર્યકરો વિગેરેે મોટી ર્સંખ્યામાં હાજર રહ્યા હતા.

કાર્યકમને સફળ બનાવવા માટે સરદાર પટેલ સેવા ટ્રસ્ટના પ્રમુખ ઉતમભાઇ ઠુંમરના માર્ગદર્શન નીચે સંસ્થાના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

(11:27 am IST)
  • બપોરે ૩ વાગે લેવાયેલ ઇન્સેટ તસ્વીરમાં ગુજરાત ઉપર વાદળો ગાયબ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં આજનો દિવસ વરસાદી માહોલ રહેશે. કાલથી વરસાદની માત્રા અને વિસ્તાર ઘટી જશે access_time 4:15 pm IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST

  • સુરત-અમદાવાદમાં ડેંગ્યુ-ટાઇફોઇડનો રોગચાળો : અમદાવાદમાં સતત વરસાદને લીધે ડેંગ્યુ અને ટાઇફોઇડનો રોગચાળો વધતો જાય છે. એક અઠવાડીયામાં ત્રણસો આસપાસ દર્દી નોંધાયા છે. જેમાં ડેંગ્યુના ૧૦૦ ઉપર દર્દીઓ છે. દરમિયાન સુરતના ડિંડોલીના કરાડવા રોડ ઉપર એક જ સોસાયટીમાં ડેંગ્યુના ૧૨ દર્દીઓ નોંધાતા હલચલ મચી ગઇ છે. access_time 3:38 pm IST