Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

હળવદની શીશુ મંદિર શાળાની બાળાઓ ખેલ મહાકુંભમાં વિજેતા

હળવદતા.૧૧: તાલુકાનો ખેલ મહાકુંભ નું આયોજન થયું હતું જેમાં સરસ્વતી શિશુ મંદિર ની દીકરીઓ એ જળહળતી સફળતા મેળવી દર વર્સે મેળવેલી સફળતા જાળવી ને વિજય પતાકા લહેરાવીયા છે નીચે મુજબ ની રમતો માં નંબર મેળવ્યા ની સાથે જિલ્લા કક્ષા ના ખેલ મહાકુંભ માં ભાગ લેવા જશે

અંડર-૧૪ ગોળા ફેંક માં પ્રથમ નંબરે  શુકુરમુની ટુડુ ઊંચી કુદ માં પ્રથમ નંબર શુર્મિલા બસુમતરી નો પ્રાપ્ત કરેલ જયારે  અંડર ૧૭. માં ગોળા ફેંક માં કિંજલ બજાણીયા એ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ અને  ઓપન વિભાગ માં ૩૦૦૦ મીટર દોડ માં પ્રથમ નંબરે ગીતા ધોળકિયા આવેલ તથા લંગડીફાળ કુદ માં પ્રિયંકા પરમાર એ પ્રથમ  સ્થાન પ્રાપ્ત કરેલ છે. લાંબી કૂદ માં પ્રથમ નંબર ગણેશિયા સેજલ એ પ્રાપ્ત કરેલ આ ઉપરાંત આરતી ગોસાઈ ચક્ર ફેંક માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.

૧૫૦૦ મીટર દોડ માં દ્વિતીય નંબરે શેજલ ગનેસિયા આવેલ તથા આરતી ગોષાઇ બરછી ફેંક માં દ્વિતીય નંબરે આવેલ છે ગીતા ધોળકિયાનો લંગળીફાળ કૂદ માં દ્વિતીય નંબરે આવે છે છેલ્લે શ્વેતા રાઠોડ નો ૧૦૦ મીટર દોડ માં દ્વિતીય ઙ્ગનંબર આવેલ છે.

ઉપરોકત તમામ રમત માં શિશુ મંદિર ની બાળાઓ એ નામ રોશન કરેલ છે આ તકે સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી દ્યનશ્યામભાઈ દવે તથા ટ્રસ્ટી રમણીકભાઈ પટેલ એ આતકે શિશુ મંદિર સ્ટાફ ને તથા વિજેતા ખેલાળી ને અભિનંદન પાઠવ્યા હતા અનેક આગેવાનો એ પણ દીકરીઓ ને શુભકામનાઓ પાઠવેલ.

(11:27 am IST)
  • સુપ્રીમકોર્ટમાં અયોધ્યા ભૂમિ વિવાદ અને આમ્રપાલી મામલાની થશે સુનાવણી : સુપ્રીમકોર્ટમાં બે મોટા મામલાની થશે સુનાવણી : અયોધ્યા ભૂમિ વિવાદ અને આમ્રપાલીના અધૂરા પ્રોજેક્ટ પર સુનાવણી કરશે access_time 1:03 am IST

  • ગુજરાતભરમાં મેઘરાજા અનરાધાર : અતિવૃષ્ટિના એંધાણઃ ઝાપટાથી ૮ ઈંચ સુધીના વરસાદ સાથે ૧૧૭ ટકા વરસાદ નોંધાયોઃ ગોલ્ડન બ્રીજની સપાટી ૩૧ ફુટે... શહેરમાં પાણી ઘુસ્યા... કરજણ ડેમના ૭ દરવાજા ખોલાયા... ઉકાઈ ડેમમાંથી ૧.૨૫ લાખ કયુસેક પાણી છોડાતા તાપી ફરી બે કાંઠે.. access_time 11:28 am IST

  • દેશ યોગ્ય દિશામાં આગળ વધે છે : 73 ટકા ભારતીયોનું તારણ :માર્કેટ રિસર્ચ ફર્મ ઇપ્સોસ દ્વારા કરાયેલ સર્વેક્ષણમાં ભારતીયોએ માન્યું કે દેશની દિશા યોગ્ય : આ પહેલા જૂનમાં થયેલ સર્વેક્ષણમાં ત્રણ ટકાનો વધારો : ભારતમાં નિરાશાવાદના વૈશ્વિક વલણથી વિપરીત સ્થિતિ : ઓછમાં ઓછા 58 ટકા વૈશ્વિક નાગરિકો માને છે ને તેઓનો દેશ ખોટા રસ્તે છે ત્યારે ભારતમાં સ્થિતિ બહેતર હોવાનો સર્વેમાં દાવો access_time 1:12 am IST