Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ધોરાજીઃ ચરેલ ગામના ફૌઝી જવાનનુ કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહના હસ્તે સન્માન

ધોરાજી તા.૧૧: જામકંડોરણા તાલુકાના ચરેલ ગામના ખેડુત પુત્રએ ભારતીય ફૌઝમાં નોકરી દરમ્યાન તાજેતરમાં ૮ દેશો વચ્ચે યોજાયેલ શુટીંગ રાયફલમાં ભાગ લઇ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર યુવરાજસીંહ વાળાને દેશન સરસણ મંત્રી રાજનાથસીંહના વરદ હસ્તે સન્માનીત કરી સિલ્ડ અરપર્ણ કરાયો હતો.

માભોમની રક્ષા કરનારવિર જવાન માદરે વતન જામકંડોરણાના ચરેલ ગામે આવતે તેમનું જામકંડોરણા ખાતે રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજો અને સામાજીક સંસ્થાઓ દ્વારા ભવ્ય સન્માન કરેલ છે આતકે ફોઝ યુવાનો બન્ને જવાનો યુવરાજસીંહ વાળા અને દરદેવસીંહ વાળાનું દેશ અને વિદેશમાં જામકંડોરણા અને રાજપુત સમાજનું ગૌરવ વધારવા બદલ ફુલ હાર અને સાલ ઓઢાડી સન્માનીત કરેલ હતા.

(11:21 am IST)