Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સોમનાથમાં જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા નેશનલ આઇ.ટી. કવીઝ યોજાઇ

પ્રભાસપાટણ, તા.૧૧: સોમનાથ ખાતે સ્વામિનારાયણ ગુરૂકુળમાં ભારતના ગ્રામ્ય વિસ્તારોના બાળકોનું ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી સબંધી જ્ઞાનને બહાર લાવવાના હેતુથી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને કર્ણાટક રાજયના વિજ્ઞાન બાયોટેકનોલોજી વિભાગના સંયુકત ઉપક્રમે દેશભરમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે નેશનલ રૂરલ આઇ.ટી. કિવઝ ર૦૧૯નું આયોજન કરવામાં આવેલ. મુખ્ય મહેમાન વિપુલભાઇ ઠુંમર (પ્રમુખ લે.પ.સ. વેરાવળ) હાજર રહ્યા હતાં. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવેલ. વી.જી. કોટડીયા દ્વારા સ્વાગત પ્રવચન કરેલ તેમજ રૂરલ આઇ.ટી. કિવઝ સ્પર્ધાનું એન્કરીંગ પ્રતિકભાઇ ધારેસા દ્વારા કરવામાં આવેલ.

આ સ્પર્ધામાં જીલ્લાભરમાંથી ૩૪ જેટલી શાળાઓના ધો.૮થી ૧રના વિદ્યાર્થીઓની કુલ ૬૮ ટીમમાં ૧૩૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ૧૦ ટીમના વિદ્યાર્થીઓ ગુજકોસ્ટ-ગાંધીનગર દ્વારા ૧૭ સપ્ટેમ્બરે યોજાનાર સ્ટેટ લેવલની કિવઝમાં ભાગ લેવા જશે જે ગીર સોમનાથ જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તેમજ જીલ્લા કક્ષાએ ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો તેમજ પ્રથમ ત્રણ નંબરને શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવેલ.

રાજય કક્ષાએ જનાર તમામ ટીમને લોકવિજ્ઞાન કેન્દ્રના ચેરમેન શા.સા. ભકિતપ્રકાશદાસજી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર નરેશભાઇ એન. ગુંદરણીયા દ્વારા કરવામાં આવેલ.

(10:24 am IST)