Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

મોરબી જીલ્લામાં મચ્છુ -૨ ડેમ સહિત પાંચ ડેમના દરવાજા ખોલવામાં આવ્યાઃ મોરબી અઢી, વાંકાનેર એક, ટંકારા, માળીયામાં અડધો ઈંચ વરસાદ

મોરબી જીલ્લામાં ગઈકાલે આખા દિવસ દરમ્યાન સારો વરસાદ પડ્યો હતો જેથી કરીને સ્થાનિક જળાશયોમાં પાણીની આવક વધી ગઈ હોવાથી જુદાજુદા ડેમના દરવાજા ખોલીને પાણીને છોડવામાં આવ્યું હતું દરમ્યાન સિચાઈ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળતી માહિતી મૂજબ મસ્છૂ-૧ ડેમ ૦.૧૫ મીટરથી ઓવરફલો થઇ રહ્યો છે જેથી તેનું પાણી મસ્છુ-૨ ડેમમાં આવતા હાલમાં ૭ દરવાજા પાંચ ફુટ ખૂલ્લા રાખવામાં આવ્યા છે માટે મસ્છુ-૩ ડેમમાં પાણીની આવક વધી રહી હોવાથી હાલમાં મસ્છુ ૩ ડેમના પાંચ દરવાજા ચાર ફટ ખોલવામાં આવ્યા છે તેવી જ રીતે ડેમી ૨ ડેમના બે દરવાજાને એક ફટ ડેમી ૩ ડેમના ત્રણ દરવાજા દોઢ ફટ ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે જો છેલ્લી ૨૪ કલાક્રમાંમાં પડેલા વરસાદની વાત કરીએ તો પણ પૈકીના ચાર તાલકામાં વરસાદ નોંધાયો છે જેમાં મોરબી અઢી, વાંકાનેર એક, ટંકારા અને માળીયામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે

જો સિઝનના કલ વરસાદની વાત કરીએ તો છેલ્લા એક જ મહિનામાં મોરબી જીલ્લાના પાંચેય તાલૂકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ ટંકારા તાલુકામાં ૯૫૩ એમએમ, મોરબી તાણકામાં ૮૫૭ એમએમ, વાંકાનેર તાલૂકામાં ૬૪૨ એમએમ, માળીયામાં પરક એમએમ અને સૌથી ઓછો વરસાદ હળવદ તાલકામાં ૪૪૫ એમએમ નોંધાયો છે મોરબી જીલ્લામાં આવેલા સ્થાનિક જળાશયોના કેચમેટ વિસ્તારમાં સારો વરસાદ હોવાથી હાલમાં મોરબી જીલ્લાના પાંચ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે તેવું જીલ્લાના સિચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, ડેમ ભરેલ જ છે તેમાં વધુ પાણીની આવક થઇ રહી હોવાથી હાલમાં જુદાજુદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે

 

(6:17 pm IST)