Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

પોરબંદરના મગફળી ગોડાઉનમાં ગેરકાયદે પ્રવેશ અંગે રામદેભાઇ મોઢવાડીયા સહીત રની ધરપકડ

પોરબંદર, તા., ૧૧: અહી સુભાષનગરમાં સરકારે ટેકાના ભાવથી ખરીદ કરેલ મગફળી રાખવામાં આવેલ તે મગફળી ગોડાઉનમાં અગાઉ જનતા રેડ સમયે ગેરકાયદે પ્રવેશ કરનાર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી રામદેભાઇ મોઢવાડીયા અને ભેટકડીના સરપંચ લીલાભાઇ નગાભાઇ કુછડીયાની આજે બપોરે પોલીસે ધરપકડ કરી છે.

સરકારે ટેકાના ભાવથી ખરીદ કરેલ મગફળીના ગોડાઉનમાં રાખેલ મગફળીમાં રેતી અને માટીની ભેળસેળ તથા ગોડાઉન રેઢુ પડ હોવાની ફરીયાદોના આધારે કોંગ્રેસના આગેવાનોએ જનતા રેડ કરીને મગફળીના ગોડાઉનના સંચાલનમાં બેદરકારી છતી કરી હતી તે સમયે ગોડાઉનમાં ગેરકાયદે પ્રવેશ અંગે ૪૦ સામે ગુન્હો દાખલ થયેલ અને ૧૩ વ્યકિતઓની અગાઉ ધરપકડ થઇ હતી. ત્યાર બાદ આજે કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયા અને સરપંચ લીલાભાઇની ધરપકડ કરી છે.

(3:36 pm IST)