Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

સાજડીયાળી શાળાના આચાર્ય વિજયભાઈ રાણપરીયાને તાલુકાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અનાયત કરાયો

રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર તથા જીલ્લા શિક્ષણ અધિકારી રાજકોટ ના સંયુકત ઉપક્રમે શિક્ષણ દિન ૨૦૧૮ જીલ્લા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ જામકંડોરણા તાલુકા ના સાજડીયાડી ગામે શાળા ના આચાર્ય ને મળતા ગામલોકો મા ખુશી નો માહોલ જોવા મળ્યોં

ધોરાજી, તા.૧૧: વર્તમાન સમય તેમાંય ખાસ કરીને શહેરોમા શિક્ષણનુ ખાનગી કરણ થવાથી પ્રાઇવેટ સ્કુલનો રાફડો ફાટ્યા છે. આંધળુ અનુકરણ કરવાથી વાલીઓ પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય શિક્ષણ પાછળ પોતાની મિલકત સહિત પોતાના ધરેલા પણ ગીરવે મુકી દે છે ત્યારે શિક્ષણ માટે આગવી શૈલી અને કર્મ નિષ્ઠાપૂર્વક શિક્ષણ મા ગુણવત્ત્।ા વ્રૂધ્ધી કરનાર જીલ્લા કક્ષા તથા તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ નુ આયોજન શિક્ષક દીન ના દિવસે રાજકોટ ખાતે થયું હતું.

 આ કાર્યક્રમ મા જામકંડોરણા તાલુકા ના સાજડીયાડી ગામે આવેલી સરકારી શાળા મતી તિજાદેવી હરિબક્ષ લોહીયા શાળા ના આચાર્ય વિજયભાઈ રાણપરીયા ને શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ રાજય ના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા હસ્તે એનાયત કરાયો હતો તથા સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા વિજયભાઇ ને શાલ ઓઢાડી ને બહુમાન કરાયું  હતું આ પ્રસંગે ને લઈ સાજડીયાડી ગામે આનંદ ની લહેર ઉઠી હતી ગૌવિદભાઈ રાણપરીયા ચેરમેન દુધ ઉત્પાદક મંડળી રાજકોટ , ગામના સરપંચ શ્રી કલ્પેશભાઈ , તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કરસનભાઇ સોરઠીયા સહિત ગામના આગેવાનો એ પુષ્પ ગુચ્છ આપી વિજયભાઈ રાણપરીયા ની કાર્યશૈલી ને બીરદાવતા જણાવ્યું હતું કે વિજયભાઈ રાણપરીયા જયારે થી અમારા ગામની નિશાળમાં બદલી થઈને આવ્યા છે ત્યારે થી શાળા ખાસ્સો વિકાસ કર્યો છે. કર્મનિષ્ઠ મહેનતુ અને મિલનસાર સ્વભાવ થી વિદ્યાર્થીઓના ગામલોકોના હૈયે વસ્યા છે ગમ્મત સાથે બાળકોને ભણવવા ની કળાથી સાજડીયાડી ગામના વિદ્યાર્થીઓ ના ભવિષ્ય નો નવો રાહ બતાવીયો છે વિજયભાઈ રાણપરીયા શિક્ષક ની સાથે ગૌરક્ષક સેવા સમીતી સદસ્ય ની માનદ્ સેવાઓ આપી રહ્યા છે. સાજડીયાડી ગામમા ગમેતે વિકાસ લક્ષી ના કાર્યક્રમો રકતદાન કેમ્પ સ્વચ્છતા અભીયાન વ્રુક્ષારોપણ સહીતના અનેક કાર્યક્રમ મા અચુક હાજરી હોય છે. આ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ની સાથે ૧૫૦૦૦ રૂપિયા નો ચેક અપાયો હતો આ મળેલા ઈનામ ની તમામ રકમ શાળા ના સર્વાંગી વિકાસ વાપરવા મા આવશે આ પારિતોષિક ના ખરા હકદાર મારી શાળા ના બાળકો છે તે બાળકો મારૃં ધબકતું હ્લદય છે મારી શાળા ના શિક્ષક મારા હાથપગ છે વસોયા પારૂલબેન સોજીત્રાઅભિષાબેન શેખડા રેખાબેન પીઠિયા ઊર્મિલાબેન ધનશ્યામભાઈ પટેલ તુષારભાઈ અરવિનભાઈ તેમજ શાળા કમિટીના સભ્ય આભાર માનીને શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ રાણપરીયા અંતે જણાવ્યું હતું.(૨૨.૫)

(12:03 pm IST)