Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

જામકંડોરણામા રસ્તા સફાઇના પ્રશ્ને મહિલાઓની ગ્રામ પંચાયતે ઉગ્ર રજુઆતો

 જામકંડોરણા તા.૧૧: જામકંડોરણામાં પશુ દવાખાના પાછળના અંજલી શેરી વિસ્તારની મહિલાઓ રસ્તાની સફાઇ, રસ્તા રીપેરીંગ તેમજ રસ્તામાં ગટરનું ગંદુ પાણી આવવાના પ્રશ્નો અંગે આજે જામકંડોરણા ગ્રામ પંચાયતે પહોંચી ઉગ્ર રજુઆતો કરી હતી અને જણાવેલ કે પશુદવાખાના પાછળના વિસ્તારમાં અંજલી શેરી-રમાં ઉપરવાસના વિસ્તારનું ભુગર્ભ ગટરનું ગંદુપાણી અમારા આ રસ્તા પર આવે છે અને અમારે કાયમને માટે આ ગંદા પાણી માંથી ચાલવું પડે છેે ગંદા પાણીના ખાબોચીયા ભરાય છે શેવાળ થઇ ગયો છે ઘાસ ઉગી ગયું છે અને આરોગ્ય જોખમાઇ તેવી સ્થિતિ ઉભી થઇ ગયેલ છે એન ચોમાસા માંતો આ રોડમાં ત્યારે તો આ રોડમાં દોઢથી બે ફુટના ખાડાઓ થઇ જાય છે. આથી બાળકો,વૃદ્ધો, વાહનો ચાલી શકતા નથી આ પ્રશ્ન કાયમનો છે. આ અંગે અનેક વખત પંચાયતમાં લેખિતમાં ફરિયાદ કરેલ છે તેમજ ગ્રામ સભામાં ફરિયાદ કરેલ છે અને અમારી ફરિયાદનો તાત્કાલિક નિકાલ નહી થાય તો અમો પંચાયતનો ઘેરાવ તાળાબંધી જેવા કાર્યક્રમ કરીશું આ ઉગ્ર બનેલી મહિલાઓને ગ્રામ પંચાયત તરફથી લેખિતમાં બાંહેધરી આપવામાં આવતા મહિલાઓ શાંત પડી હતી તેમજ ત્યાંથી મહિલાઓએ તાલુકા વિકાસ અધિકારીને પણ તાલુકા પંચાયતે જઇ રજુઆતો કરી હતી તાલુકા વિકાસ અધિકારીએ પણ તાત્કાલિક પ્રશ્નનું નિરાકરણ કરવા પંચાયત કચેરીને આદેશ આપેલ છે.(૧.૨)

(12:02 pm IST)