Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ઉનામાં વેપારીની નજર ચૂકવીને ૨ મહિલાઓ ૭૦ હજાર રોકડ સેરવી નાસી ગઈ

ઉના, તા. ૧૧ :. ભાવનગર રોડ ઉપર કરીયાણાનાં વેપારીની નજર ચૂકવી ગ્રાહકના સ્વાંગમાં આવેલ બે મહિલાઓ રૂ. ૭૦ હજાર ભરેલ પાકિટની ચોરી કરી નાસી ગઈ હતી.ઉના શહેરમાં ભાવનગર રોડ ઉપર વડલી ચોક પાસે બાલાજી ચેમ્બર્સમાં ૨૦૭ નંબરની દુકાનમાં જલારામ કરીયાણા સ્ટોર્સ નામની અનાજ કરીયાણાની દુકાન ધરાવતા દિલીપ બટુકભાઈ જાતે લોહાણા રે. ઉનાવાળા સવારે દુકાન ખોલી સાફ સુફ કરતા હતા ત્યારે બે અજાણી મહિલા ખરીદી કરવા આવેલ અને વેપારી તે વસ્તુ લેવા અંદર જતા દુકાનના ટેબલ ઉપર રાખેલ પાકીટ જેમાં રૂ. ૭૦,૦૦૦ (સીતેર હજાર) રોકડા હતા તે આ મહિલા નજર ચૂકવી નાસી ગઈ હતી. મહિલાએ શોધવા છતા ન મળી આવતા ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી પી.એસ.આઈ. જે.વી. ચુડાસમા કરી રહ્યા છે. અગાઉ ૩ માસ પહેલા એસ.ટી. બસ સ્ટેશન પાછળ ગની માર્કેટમાં આદર્શ મશીનર સ્ટોર્સમાં માલિકની નજર ચુકવી બે કિશોર ગલ્લામાં રાખેલ રૂ. ૨ લાખ ૫૦ હજાર રોકડા ચોરી કરી લઈ ગયા હતા. તેનો ભેદ ઉકેલાયો નથી ત્યાં વધુ એક વેપારી ભોગ બનેલ હોય પોલીસ આરોપીને પકડી પાડે અને વેપારી પણ જાગૃતતા અને સાવચેતી રાખે તો ભોગ બનતા અટકે.(૨-૨)

 

(11:59 am IST)