Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ધોરાજીના જમનાવડ રોડ પર પાઈપ લાઈન ક્ષતિગ્રસ્ત હજારો ગેલન પાણીનો બગાડ

 ધોરાજીના જમનાવડ રોડ પર પાણીવિતરણની પાઈપલાઈન અનેક વખત તુટી છે પાણી રોડપર વહેતુ થતા હજારો ગેલન પાણીનો બગાડ થઈ રહ્યો છે ગોપીપાન ચોકમાં પાણી વિતરણની પાઈપ લાઈન નગરપાલિકા દ્વારા અનેક વખત રીપેર કરવામાં આવી છેઙ્ગ હજુ થોડા સમય પહેલા પાઈપલાઈન રીપેર કરવા માટે પાલિકા દ્વારા ખોદકામ કરીને એકમાસ જેટલા સમયથી જેતે સ્થિતિમાં ખાડો છોડી દેવામાં આવેલ ત્યારે મીડીયાના અહેવાલ રજૂ થતા પાલીકાએ ખાડો માટીથી બંધ કરેલ પરંતુ સ્થાનિકોએ જણાવ્યા મુજબ પાણીની પાઈપલાઈન રીપેરીંગ કર્યાવગરજ ખોદેલો ખાડો બુરીદેવામાં આવેલ હતો ત્યારે આજે તારીખ ૧૦/૯/૧૮ ના સવારના પાલીકાતંત્ર એ પાણી વિતરણ કરતા હજારો ગેલન પાણીનો બગાડ થઈ રોડપર વહેતુ થયુ હતુ ધોરાજી નગરપાલિકાની કથળેલી કામગીરી સામે સ્થાનીકલોકોમાં નારાજગી વ્યાપીછે આ એકજ સ્થળપર અવારનવાર પાણીવિતરણની પાઈપલાઈન તુટતા પાલીકાતંત્રની નબળી કામગીરી સ્પષ્ટ દેખાઈ આવીછે નબળા ચોમાસાને લઈને શહેરને પાણી પુરૂ પાડતા ફોફળ ડેમમાં પાણીની આવક પણ થોડી થઈ છે ત્યારે શહેરમાં અનેક વખત તુટતી પાણીવિતરણની પાઈપલાઈન પાણીનો બગાડ સર્જછે જમનાવડ રોડ પર આજ સ્થળે પાંચથી છ વખત પાઈપલાઈન તુટતા કામ બતાવતી નગરપાલિકા એકજ કામ અનેક વખત કરી ભ્રષ્ટાચાર તો નથી કરીરહીને આવા સવાલો સ્થાનિક લોકો કરી રહ્યા છે ત્યારે પ્રજાના પૈસે પ્રજાને મુશ્કેલી સર્જાઈ છે. તસ્વીરમાં રસ્તા પર વહેતા પાણી નજરે પડે છે.(તસ્વીરઃ ધર્મેન્દ્રભાઈ બાબરીયા ધોરાજી)(૨૨.૪)

(11:57 am IST)