Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ધોરાજીમાં પ્લાસ્ટીકના કારખાનામાં તસ્કરો ત્રાટકયાઃ૭૦ હજારની ચોરી

ધોરાજી, તા.૧૧: રાજકોટ જીલ્લાના ધોરાજીના જેતપુર રોડ નેશનલ હાઇવે પર આવેલા પ્લાસ્ટીકના કારખાનમાં તસ્કરો ત્રાટકયા હતા.

રાજકોટ જીલ્લાના ધોરાજીનાં જેતપુર રોડ નેશનલ હાઇવે પર આવેલ ફારમસોન પ્લાસ્ટીકમાં અજાણ્યા તસ્કરો ત્રાટકયા અને સટર તોડીને અંદર જઇને અંદાજે રોકડ રકમ કોમ્યુટર સ્પેરપાર્ટ તથા અન્ય સામગ્રી તથા પ્રોપર્ટીને નુકશાન પહોંચાડીને  પંચાસથી સીતેર હજાર રૂપિયાની ચોરી થતાંનો અંદાજ હોય આજ કારખાનાંમાં એકાદ વર્ષ પહેલાં પણ ચોરી થઇ હતી અને ગતરોજ મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા અને ચોરીને અંજાર આપ્યો હતો આ ચોરી થયાંની ચોરીની ધોરાજી પોલીસ મથકે જાણ કરતાં ધોરાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર ધટના સીસી ટીવીમાં કેદ થઇ છે. ત્યારે આ સી સી ટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે.(૨૨.૭)

(11:55 am IST)