Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

હળવદનાં ટિકર(રણ)માં છ મોરનાં મોતથી અરેરાટી

વનવિભાગની ટીમે ઘટનાં સ્થળે પહોચી તપાસ હાથ ધરીઃ બે મોરનાં મૃતદેહ મલ્યાઃ ઝેરી દાણા ખાવાથી મોત થવાનું પ્રાથમિક કારણ

હળવદ, તા.૧૧:  પંથકમાં રાષ્ટ્રીય પક્ષી મોરની સારી એવી સંખ્યા જાવા મળે છે જાકે, રાષ્ટ્રીય પક્ષીના અવારનવાર અકાળે મોત થતા હોય છે જેમાં આજે હળવદના ટીકર ગામથી ૧ કિ.મી. દુર આવેલ સીમ વિસ્તારમાં અંદાજે ૬ જેટલા મોરના મોતની વાતો વહેતી થતા વન વિભાગની ટીમ દોડતી થવા પામી હતી.

હળવદ તાલુકાના ટીકર ગામની ૧ કિ.મી. દુર આવેલ કબ્રસ્તાન વિસ્તાર પાસે છ મોરના શંકાસ્પદ મોત થયા હોય તેવી માહિતી વન વિભાગની ટીમ થતા દ્યટના સ્થળે દોડી ગઈ હતી અને ટીકરની સીમ વિસ્તારમાં તપાસ કરતા બે મોરના મૃતદેહ મળી આવ્યા હતા જયાં મોરના મૃત્યુ ઝેરી દાણા ખાવાથી થયા હોય તેવી આશંકા ગામ લોકો દ્વારા વ્યકત કરવામાં આવી હતી.

આ બનાવના પગલે વન વિભાગ ટીમના કનકસિંહ પરમારે જણાવ્યું હતું કે, બે મોરના મૃતદેહ મળ્યા છે જે પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. અને બનાવ સ્થળે વધુ તપાસ ચાલુ હોવાની વિગતો આપી હતી. જાકે આ બનાવની જાણ ગામના જીવદયાપ્રેમી રાજુભાઈ દલવાડી, હિતેશભાઈ દલવાડી, દેવાભાઈ ભરવાડ, દેવજીભાઈ દલવાડી, લાલુભાઈ કોળી સહિતનાઓ તાબડતોબ દ્યટનાસ્થળે દોડી ગયા હતા અને આ બનાવ અંગે વન વિભાગની ટીમે જાણ કરાઈ હતી અને આ અંગે ગામના જીવદયાપ્રેમીઓએ જણાવ્યું હતું કે, છ મોરના મૃતદેહના અવશેષો મળી આવ્યા હોવાનું પણ જણાવ્યું હતું.(૨૨.૩)

(11:53 am IST)