Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ગોંડલના દેરડી કુંભાજી પાસે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરી એસ.ટી. બસના કાચ ફોડયા

ગોંડલ તા. ૧૧ :  દેરડીકુંભાજી પાસે એસટી બસ પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરી કાચ તોડી નાખતા પોલીસમાં ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામ થી કુકાવાવ રોડ પર ૬૬ કેવી સબ સ્ટેશન પાસે એસટી બસ જીજે૧૮વાય-૮૨૧૯ના ચાલક જયેશકુમાર હીરદાસભાઈ ગોંડલીયા રાત્રે બસ લઈ પસાર થઇ રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ બસ પર પથ્થરમારો કરી બસના કાચ તોડી નાખતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જે.બી મીઠાપરા એ તપાસ હાથ ધરી છે.

(11:50 am IST)