Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ટંકારા પાસે હોટેલમાં જીમખાનાની આડમાં જૂગારનો હાટડો ચાલતો'તોઃ ૩૩ પકડાયા

પિયુષ નિમાવત અન્યના નામનું જીમખાનાના લાયસન્સનો ભાડા કરાર કરી જૂગાર રમાડતો'તોઃ ર૧.૯પ લાખની મત્તા કબ્જેઃ મોરબી એલસીબીના પીઆઇ આર.ટી. વ્યાસ તથા સ્ટાફનો સપાટો

રાજકોટ તા. ૧૧ : ટંકારા નજીક હાઇવે પર હોટેલમાં જીમખાનાની આડમાં ચાલતા જૂગારના હાટડા પર મોરબી એલસીબીએ દરોડો પાડી જૂગાર રમતા ૩૩ શખ્સોને ર૧.૩પ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસીંગ રાજકોટ વિભાગ તથા પોલીસ અધિક્ષક મોરબી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ આર. ટી. વ્યાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ. સી. બી. મોરબીને જૂગારની બદી નાબુદ કરવા અંગે માર્ગદર્શન અને સુચના આપતા મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર. ટી. વ્યાસ તથા ટંકારાના પો. સ. ઇ. એમ. ડી. ચૌધરી દ્વારા મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ અનાસ હોટલમાં જીમખાનાની આડમાં ચાલતા જૂગારના અખાડા ઉપર રેઇડ કરી જૂગાર રમતા પીયુષ  વસંતભાઇ નિમાવત (ઉ.૩૭) રહે. વૃંદાવન પાર્ક ગોકુલ હાઇટસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૩૦ર મોરબી., ધર્મેન્દ્ર  દાનાભાઇ જારીયા (ઉ.૩ર) રહે. રવાપર રામજી મંદિર વાળી શેરી તા. જી. મોરબી, રમેશ  લાલજીભાઇ ડાંગી (ઉ.રપ) રહે. ઇટાલીખેડા તા. સલુબર જી.ઉદેપુર રાજસ્થાન હાલ અમદાવાદ મેમનગર વાડીનાર ચોક જીવાજીની ચાલી, મોબજી  લવજીભાઇ ડાંગી (ઉ.રપ) રહે. જેતાણા તા.સલુબર જી.ઉદેપુર રાજસ્થાન હાલ અમદાવાદ અજલીવાસણા જય અંબેનગર, મોંઘાલાલ મોડાજી  ડાંગી (ઉ.૩૬) રહે. ખેડાવાળા તા.સલુબર જી.ઉદેપુર રાજસ્થાન, સુરેશ ચતુરભાઇ માકાસણા (ઉ.૪ર) રહે. રવાપર હનુમાનનજી મંદિર પાસે તા. મોરબી, લાભુભારતી બચુભારતી ગોસાઇ (ઉ.પ૧) રહે. કેશીયા તા. જોડીયા જી. જામનગર, વિનુ ઉર્ફે વિનોદભાઇ નરશીભાઇ અઘારા (ઉ.પર) રહે. મોરબી ભગવતી ટીન્સ બી.-૪૦૩, રવાપર રોડ મુળ રહે. પંચાસર તા. જી. મોરબી, ઇકબાલ અભરામભાઇ સુજારા (ઉ.૩૦) રહે. મોરબી ચંદ્રેશનગર કન્યા છાત્રાલય પાછળ મુળ નાના ખીજડીયા તા. ટંકારા, રમેશ લીલાધરભાઇ કાનાબાર (ઉ.પપ) રહે. મોરબી કામધેનુ સામે મારૂતિનંદન એપાર્ટમેન્ટ તા. જી. મોરી, મનસુખ નટવરભાઇ હુલાણી (ઉ.૪પ) રહે. ખાખરેચી તા. માળીયા-જી.મોરબી,

દેવેંગભાઇ કોવનજી ડાંગી (ઉ.૩૮) રહે. હાલ મેમનગર જાદવનગર ચાની કીટલી પાસે મુળ રહે. રાજસ્થાન ગડાભાભા તા. આસપુર જી. ડુંગરપુર, હાસમ ઇસ્માઇલભાઇ ભુંગર (ઉ.૪ર) રહે. ટંકારા સંધીવાસ તા. ટંકારા,  કાંતીલાલ નાગજીભાઇ દેત્રોજા (ઉ.૪૮) રહે. કુંભારીયા તા. માળીયા જી.મોરબી, અકીલ  આમદભાઇ વડાવરીયા (ઉ.૩ર) રહે. વાંકાનેર ખોજાખાના વાડી શેરી તા. વાંકાનેર,  મનસુખ  અંબારામભાઇ દેત્રોજા (ઉ.પ૦) રહે. મોરબી મહેન્દ્રનગર વાણીયાવાળો વિસ્તાર તા. જી. મોરબી, બલભદ્રસિંહ ઉપેન્દ્રસિંહ જાડેજા (ઉ.પ૮) રહે. સજનપર દરબારગઢ તા. ટંકારા જી.મોરબી, મનોહરલાલ પુંજાજી ડાંગી (ઉ.ર૪) રહે. હાલ અમદાવાદ વાડીનાથ ચોક, મેમનગર, મુળ ઇટાલીખેડા તા. સલબર જી. ઉદેપુર રાજસ્થાન, અશોકભાઇ ઠાકરશીભાઇ બારૈયા (ઉ.૪પ) રહે. મોરબી વાવડી રોડ મીરાપાર્ક બ્લોક નં. ર૩ જી. મોરબી, વિશાલભાઇ હરીભાઇ મહેતા (ઉ.૩૯), રહે. મોરબી શનાળા બાયપાસ જી. મોરબી, વિજયભાઇ વસંતભાઇ નિમાવત (ઉ.૩૪) રહે. આનંદનગનર મકાન નં. ૭ સામાકાંઠે મોરબી-ર, અકમભાઇ સલીમભાઇ ગાલબ (ઉ.૧૯) રહે. જુના બસ સ્ટેન્ડ પાસે ઇદ મસ્જીદની પાછળની શેરી મોરબી, યાકુબ ઉસ્માનભાઇ ભટ્ટી (ઉ.૬૦), રહે. વિસી ફાટકની બહાર ઇમામના ઓટા સામે મોરબી, દીલાવરભાઇ હબીબભાઇ મોવર (ઉ.પ૧) રહે. વીસીપરા ઇમામના ગેઇટ સામે મોરબી, સાહબુદીન રહમતુલ્લાભાઇ સુરાણી (ઉ.પર) રહે. મોરબી શનાળા રોડ ફીદાઇપાર્ક, હિતેશ   કાંતીલાલ પારજીયા (ઉ.૩પ) રહે. ખાખરેચી તા. માળીયા જી.-મોરબી, ભગવાનલાલ હીરાજીભાઇ ડાંગી (ઉ.ર૪) રહે. અમદાવાદ મેમનગર જાદવનગર પ્રભાતભાઇની ચાલી મુળ ઇટાલીબેડા તા. સલુબર જી. ઉદેપુર રાજસ્થાન, રમેશ  છગનભાઇ અઘારા જાતે (ઉ.પ૮) રહે. મોરબી-૧ ચંદ્રેશનગર નવા બસ સ્ટેન્ડ પાછળ, વિઠલ રેવાભાઇ ગોધાણી (ઉ.૬૦) રહે. કેશીયા તા. જોડીયા જી. જામનગર, ઇકબાલ ગફુરભાઇ મોવર (ઉ.૩૪) રહે. મોરબી વાવડી રોડ લોંમજીવન પાર્ક તથા પ્રતિક રામજીભાઇ પટેલ વાગડીયા (ઉ.૩૮) રહે. અમદાવાદ મેમનગર વાડીનાથ ચોક પેટ્રોલ પંપ પાછળ મુળ ટાટીયા તા. આસપુર જી. ડુંગરપુર રાજસ્થાન સહિત કુલ ૩૩ આરોપીઓને રોકડ રૂા. ૧,૬ર,પ૦૦ મોબાઇલ ફોન નંગ ૩ર કિ. રૂા. ૯૩,પ૦૦, ટેબલ નંગ-૬ કિ. રૂા. ૬૦૦૦, રીવોલવીંગ ચેર નંગ-૧૮ કિ. રૂા. પ૦૦, તથા સાદી ખુરશી નંગ ૮ કિ. રૂા. ૧૬૦૦, સ્ટીલની ખુરશી નંગ પ કિ. રપ૦૦, સીસી ટીવી મોનીટર ૧ કિ. ૧૦,૦૦૦ ડીવીઆર ૧ કિ. રૂા. ૧૦,૦૦૦ મોટર સાયકલ નંગ પ, કિ. રૂા. ૧,૪૦,૦૦૦ ફોર વ્હીલ નંગ પ કિ. રૂા. ૧૭,૦૦,૦૦૦ એમ મળી કુલ રૂા. ર૧.૩પ, ૧૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પિયુષ નિમાવતે ટંકારા નજીક હોટેલમાં સાત દિ'થી જૂગારનો હાટડો ચાલુ કર્યો હતો. તેમણે અન્યના નામના જીમખાનાના લાયસન્સનો ભાડા કરાર કરી જૂગારનો અખાડો ચાલુ કર્યો હતો.

મસમોટી જૂગારની કલબ પર પકડાતા મોરબી પંથકમાં ચકચાર જાગી છે.

(11:30 am IST)